Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના દોષે જ શોધ્યા કરે છે, અને તેની નિંદા કરવા નિમિત્ત તે દેને પ્રકટ કર્યા કરે છે.
ત્રીજું કારણભૂતિકર્મ-“હું મંત્રશાસ્ત્ર આદિમાં નિપુણ છું,” એવું પ્રકટ કરવાને માટે મૃત્તિકા (માટી)થી અથવા સૂત્રથી (દેરાથી પિતાના રહે. ઠાણ આદિને રક્ષા કરવાના અભિપ્રાયથી પરિવેષ્ટિત કરવું તેનું નામ ભૂતિકર્મ છે. ચોથું કારણ કૌતુકકરણ-સૌભાગ્ય આદિને નિમિત્તે અન્યને નાનાદિ કરાવવું તેનું નામ કૌતુકકરણ છે. આ ચાર કારણેને અન્યત્ર આ પ્રમાણે બતાવ્યા છે–“ોવરમૂછે” ઈત્યાદિ–કૌતુકકમ કરવાથી, ભૂતિકર્મ કરવાથી, હાથ આદિ જોઈને કોઈનું શુભાશુભ કહેવાથી અને ઋદ્ધિ, રસ આદિમાં ગૌરવશાળી થવાથી, મિથ્યાભિમાન કરવાથી જીવ અભિગ્ય ભાવનાવાળો ગણાય છે. તે ભાવનાથી યુક્ત થયેલે જીવ અભિગ્ય જાતિના દેવોમાં ઉત્પન્ન કરાવનારા કર્મોને બન્ધ કરે છે.
આ ચાર કારણોને લીધે જીવ સામેહતાને ગ્ય કર્મોનું ઉપાર્જન કરે છે–(૧) કુમાને ઉપદેશ દેવાથી, (૨) મોક્ષમાર્ગના સાધનમાં પ્રવૃત્ત માણસની પ્રવૃત્તિમાં વિન નાખવાથી, (૩) શબ્દાદિ કામોની અભિલાષા કરવાથી અને (૪) લોભને આધીન થઈને નિદાન (નિયાણું) કરવાથી કુમાગની દેશના આપનાર જીવ સુમાગને લેપ કરે છે એ જીવ પોતે કુમાર ગામી હોય છે, તે કારણે અન્ય દ્વારા ઉપાર્જિત કર્મોને પણ ભાગીદાર બને છે. તેથી એ જીવ સંમેહતાને એગ્ય કર્મોને બન્ધક બને છે.
મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત જીવ દ્વારા સન્માગને પ્રચાર થાય છે. તેની પ્રેરણાથી જીવ કુમાર્ગને ત્યાગ કરીને સન્માર્ગે ચડી જાય છે એવા જીવની પ્રવૃત્તિમાં વિન નાખનાર જીવ મેહતાને ગ્ય કર્મોનું ઉપાર્જન કરે છે. એ જ પ્રમાણે કામશંસા પ્રયોગ આદિમાં પણ સમજી લેવું. તપસ્યા કરતી વખતે એવી ભાવના સેવવી કે તપયાના ફળરૂપ મને ચક્રવર્તી આદિની વિભૂતિ પ્રાપ્ત થાય, તે પ્રકારની ભાવનાનું નામ જ નિદાન અથવા નિયાણુ છે આ ભાવનાને પણ અન્યત્ર આ પ્રમાણે વર્ણવી છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૪૮