Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવે તે તેને અર્થ આ પ્રમાણે થાય છે તે પ્રવચનના અર્થને નય. માર્ગથી અને ઉત્સર્ગ તથા અપવાદ આદિ માર્ગથી વિવેચક હોતું નથી, અથવા-તે સૂત્રને ઉપદેશક હોય છે પણ સૂત્રાર્થને વિચારક હોતો નથી, અથવા-તે સૂત્રને ઉપદેશક હોય છે પણ પરિભાજયિતા (વિવેચન કરનાર) હેતું નથી. આ પ્રકારને આ પહેલે ભાંગો સમજ. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પણ સમજવા.
વત્તારિ પુરિસકાયા” ઈત્યાદિ–પુરુષોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કેઇ એક પુરુષ આખ્યાયક હોય છે–પ્રવચનને ઉપદેશક હોય છે, પણ ઉછજીવિકાસંપન્ન હોતું નથી એટલે કે એષણાદિનિરત હેતે નથી, એ તે પુરુષ કાંતે આપદગ્રસ્ત સંવિગ્ન (વૈરાગ્યવાળ) હોય છે, અથવા તે સંવિગ્ન પાક્ષિક હોય છે. કહ્યું પણ છે કે“ોરવવાં જોઈત્યાદિ.આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે. જે સંવિના વ્યસનગ્રસ્ત અથવા આપદુગ્રસ્ત હોય છે, અથવા શરીરની કમજોરીને કારણે અશક્ત થઈ ગયેલ હોય છે, તેના ચરણકરણ અશુદ્ધ થઈ જાય છે, એ સાધુ પિતાના શ્રમણને ગ્ય કર્તવ્યપાલનમાં પણ શિથિલ બની ગયેલ હોય છે, પરંતુ તેની બેધિ શિથિલ થતી નથી, તેથી તે ચરણકરણની વિશુદ્ધિ વધારવાની ચેષ્ટા કર્યા કરે છે અને શુદ્ધ માગની પ્રરૂપણ કરે છે (૧)
કોઈએક પુરુષ એ હોય છે કે જે ઉછળવિકાસંપન્ન હોય છે-એષણાદિ નિરત હોય છે. પણ તે આખ્યાયક (પ્રવચનને ઉપદેશક) હેતે નથી એ પુરુષ યથાશ્કેદ હોય છે (૨) કોઈ પુરુષ એ હોય છે કે જે આખ્યાયક પણ હોય છે અને ઉછળવિકાસંપન્ન પણ હોય છે એ જીવ સાધુ હોય છે. (૩)
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૨૪