Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
,,
હવામેય ” ઇત્યાદિ—એજ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) અસિપત્ર સમાન, (૨) કરપત્ર સમાન, (૩) ક્ષુરપત્ર સમાન અને (૪) કદમ્બ ચીરિકા પત્ર સમાન. હવે આ ચારે પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે—જેમ અસિપત્ર દોરડા આદિને તુરત કાપી નાખે છે, એજ પ્રમાણે જે માણુસ સ્નેહપાશને તુરતજ કાપી નાખે છે એવા માણુસને અસિપત્ર સમાન કહ્યો છે. જેમ સનત્કુમાર ચક્રવતી એ દેવનાં વચન શ્રવણુ કરીને સ્નેહપાશને જલ્દીમાં જલ્દી કાપી નાખ્યા હતા, એજ પ્રમાણે અસિપત્ર સમાન મનુષ્ય પણ શાસ્ત્ર, ગુરુ અાદિની વાણી સાંભળતાની સાથે જ સ્નેહપાશને તેડી નાખીને આત્મકલ્યાણને માર્ગે આગળ વધવા માંડે છે, જેમ કરવત લાડાને ધીરે ધીરે ચીરે છે, તેમ ગુરુ આદિના ઉપદેશને વાર વાર સાંભળીને અને તેના પર વિચાર કરીને ધીરે ધીરે પુત્ર, પુત્રી આદિના સ્નેહપાશને તેડતા તાડતા જે માણસ આત્મકલ્યાણને માર્ગે સંચરે છે તેને કરપત્ર સમાન કહ્યો છે. કરપત્ર અને કરપત્ર સમાન મનુષ્યમાં વિલમ્બથી છેદવાનું સાધ હાવાથી વિલમ્બપૂર્વક સ્નેહપાશ તાડનાર પુરુષને કરપત્ર સમાન કહ્યો છે, ક્ષુરપત્ર સમાન પુરુષ–જેમ ક્ષુરા (અસ્રો) માત્ર કેશેાને જ કાપવાને સમર્થ હોય છે-કાષ્ઠાવિંકાને કાપવાને સમથ હાતા નથી, એજ પ્રમાણે ધમ માગનું શ્રવણુ કરવા છતાં પણ જે પુરુષ સ્નેહપાશને પૂરેપૂરા તાડી શકતા નથી, અંશતઃ જ તાડી શકે છે, અથવા સર્વાંવિતિને ધારણ કરવાને બદલે દેશિવતિ જ ધારણ કરી શકે છે, એવા પુરુષને ક્ષુરપત્ર સમાન કહે છે.
<t
એવા પુરુષ સ્નેહનું અલ્પ માત્રમાં જ છેદન બન્નેમાં અલ્પ રૂપે છેદક ધર્મની સમાનતા હૈાવાથી સુરપત્ર સમાન કહ્યો છે.
કરનારી હાય છે. તે આ પ્રકારના પુરુષને
કદમ્બચીરિકા પત્ર સમાન પુરુષ—ન્નુમ્મચીરિકા નામનું શસ્ત્ર કોઈ પણુ વસ્તુનું છેદન કરવાને સમગ્ર હેતું નથી. તેથી તેને નામનું જ છે, એજ પ્રમાણે જે માણુસ સ્નેહપાશ તૈાડવાના સ`કલ્પ જ પણ તેને તેાડવાને સમથ હાતા નથી—તેના વિચારાને ક્રિયારૂપે પરિણત કરી શકતા નથી, એવા અવિરત સમ્યગૂષ્ટિ જીવને કદમ્બ ચીરકા પત્ર સમાન કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
શસ્ત્ર કહેવાય
કર્યાં કરે છે
૧૩૮