Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારના વિશેષણની વિપુલતાવાળો હેતુ દુરધિગમ (સમજો ઘણો કઠિન) થઈ જાય છે. તે કારણે દુરધિગમ હેવાને કારણે એ હેતુ કાલયાપક હોય છે–તેને સમ જવામાં ઘણે સમય લાગે એ હોય છે. એટલે કે પ્રતિવાદી તે હેતુને સમજવામાં ઘણે કાળ વ્યતીત કરી નાખે છે, તેથી તેના કાળની પણ યાપનાથાય છે.
અથવા કેઈ કુલટાએ પિતે ઈચ્છિત સમય વ્યતીત કરવાને માટે તેના પતિને કહ્યું “હાલમાં ઊંટન લીંડાઓની કીમત ખૂબ જ વધી ગઈ છે. તેથી તમે અત્યારે જ આપણા ઊંટના લીંડાઓ લઈને નગરમાં જાઓ અને તેને એક રૂપીઆના એકના ભાવે વેચી આવે.” આ પ્રકારે તેણે તેના પતિને ઊંટના લીંડાઓ વેચવાને બહાને ગામમાં મોકલીને, તે પાછા ફરે ત્યાં સુધીનો કાળ પિતાના યારની સાથે વ્યતીત કર્યો. આ પ્રકારે અહીં આ હેતુ કાલયાપક થઈ પડે છે. અથવા જે હેતુ શીઘ્રતાથી પિતાના સાધ્યને ગમક (જાણનારો) હેત નથી, પણ ઘણું સમય પછી પિતાના સાયને જાણનારે હોય છે એ તે હેતુ કાલિયાપક હોવાથી યાપક રૂપ હોય છે, જેમકે–“સર્વવતુ ક્ષણવાર” સમસ્ત વસ્તુઓ સવિશિષ્ટ હેવાથી ક્ષણિક છે,” આ પ્રકારના અનુમાનથી બૌધ્ધ સમસ્ત પદાર્થોની ક્ષણિકતા– ક્ષણભંગુરતાની સિદ્ધિ જે સત્ય હેતુ દ્વારા કરી છે, તે હેતુને સાંભળતાં જ કોઈ પણ વ્યક્તિ તે હેતુ દ્વારા પદાર્થોમાં ક્ષણિકતાની પ્રતીતિ જલદીથી ( તુરત જ) કરી શકતી નથી. તેથી જ તેમણે આ પ્રકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી છે-“વાર્થરિવારિ દેવ નાર્થ સત્ત” “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થતઃ (સ્વભાવતઃ) સંત હોય છે જે અર્થ ક્રિયાકારીને સત ન માનવામાં આવે તે વધ્યા પત્રમાં પણ સવ માનવું પડશે એટલે કે વધ્યાને પુત્ર હોવાની વાત પણ સ્વીકારવી પડશે. તેથી જે આ વાત માની લેવામાં આવે કે “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થતઃ સત્ રૂપ છે. જે સર્વથા નિત્ય પદાર્થ છે. કુટસ્થ નિત્ય છે તેમાં અર્થ ક્રિયાકારિતા સંભવતી જ નથી, કારણ કે તે નિત્ય તે એક રૂપ જ હોય છે. જે તેમાં અર્થયિાકારિતા માનવામાં આવે છે તે એક રૂપ રહી શકતો નથી, અને એક રૂપ નહીં રહી શકવાથી તેને નિત્ય કહી શકાતું નથી, કારણ કે નિત્યનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧ ૦ ૨