Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગાત્રાભંગ છે, જળથી શરીરની શુદ્ધિ કરવા રૂપ નાનને ગાત્રક્ષાલન કહે છે). બાકીનું કથન મૂલાર્થો અનુસાર સમજવું.
હવે સૂત્રકાર સુખશય્યાનું નિરૂપણ કરે છે–તેના ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ તેના બે પ્રકાર પડે છે. સુખકારક પલંગ આદિને દ્રવ્યરૂપ સુખશા કહી શકાય, અને અસ્થચિત્તની અપેક્ષાએ સુશ્રમણસ્વભાવરૂપ ભાવ સુખશય્યા સમજવી. તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે– (૧) પ્રવચન શ્રદ્ધારૂપ (૨) પરલાભની અનિચ્છા રૂપ, (૩) કામ પ્રત્યે અનાસક્તિ રૂપ અને (૪) સમતા ભાવે વેદના સહન કરવા રૂપ.
પ્રવચન શ્રદ્ધારૂપ સુખશય્યા–કોઈ પુરુષ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા સ્વીકારે છે. તે સંયત નિગ્રંથ પ્રવચન પ્રત્યે નિઃશકિત, નિષ્કાંક્ષિત આદિ પર્વોક્ત ભાવથી યુક્ત મન પરિણામવાળો રહે છે તેથી તે થતચારિત્રરૂપ ધર્મની સમ્યક્ રીતે આરાધના કરીને પિતાના સંસારને અલપ કરી નાખે છે.
પરકીય લાભની અનિચ્છારૂપ બીજી સુખશય્યા–અહીં એવા સંતની વાત કરી છે કે પિતાને પ્રાપ્ત થયેલા આહારાદિથી જ સંતુષ્ટ રહે છે. અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહારાદિની કામના આદિ રાખતા નથી. તે કારણે તે પણ ધર્મને વિરાધક બનતો નથી-આરાધક જ બને છે અને અ૫ સંસારવાળા બને છે.
ત્રીજી સુખશા–અહીં એવા સંતની વાત કરી છે કે જે દેવસંબંધી કે મનુષ્ય સંબંધી કામભોગની બિલકુલ ચાહના કરતો નથી એ સંયત પણ ધર્મભ્રષ્ટ થતો નથી, પણ ધર્મને આરાધક બનીને પિતાને સંસાર ઘટાડે છે. ચોથી સુખશય્યાસંપન્ન સંયત હુષ્ટાદિ પૂર્વોક્ત વિશેષણવાળા અહેત ભગવંતની અન્યતર આદિ પૂર્વોક્ત વિશેષ વાળા તપકર્મોનું ચિન્તવન કરતો થકો આભ્યપગમિકી અને અપકમિકી વેદનાને સહન કરવાની ક્ષમતા પિતાના મનમાં જાગૃત કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫૧