Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લે છે નિગ્રંથ બનવા છતાં બાહ્યાભ્યન્તર પરિગ્રહથી વિહીન એ તે અહંત ભગવન્ત દ્વારા પ્રતિપાદિત પ્રવચનમાં અશ્રદ્ધા રાખે છે, તેને એ વિચાર આવે છે કે અહંત શાસનમાં જે જીવાદિક તત્વ પ્રરૂપ્યાં છે તે શું સત્ય છે કે મિથ્યા છે? આ પ્રકારે તે દેશરૂપે (અંશત:) અથવા સર્વરૂપે (સંપૂર્ણ રૂપે) શંકાવાળે બને છે, તથા તેને એવો સંભ્રમ થાય છે કે અન્ય મત. વાદીઓની માન્યતા પણ સાચી હોઈ શકે છે. વળી તે વિચિકિત્સિત બની જાય છે એટલે કે ફલની બાબતમાં પણ સંશયયુક્ત બની જાય છે તથા તે ભેદસમાપન પણ બની જાય છે, એટલે કે જિનેક્ત તત્વ જિનપ્રરૂપિત સ્વશાસન અને પરશાસન (અન્ય સિદ્ધાંત) એક જ પ્રકારની માન્યતા ધરાવે છે કે વિરુદ્ધ માન્યતા ધરાવે છે, આ પ્રકારની મુંજવણને કારણે બુદ્ધિભેદવાળે બની જાય છે, તથા તે કલુષ સમાપન્ન બની જાય છે એટલે કે અડત પ્રવચન મિથ્યા છે, એવી વિપરીત માન્યતાવાળ બની જાય છે. આ પ્રકારના ભાથી ચુત થવાને કારણે તે ન થ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી, તેને પિતાની પ્રતીતિને વિષય બનાવતો નથી અને તેમાં રુચિ પણ રાખતા નથી. આ પ્રકારની પરિણતિથી યુક્ત થયેલ અને નથ પ્રત્યેની શ્રદ્ધા આદિથી વિહીન બને તે શ્રમણ નિગ્રંથ વિવિધ વિષયમાં પોતાના મનને ભમવા દે છે. તે કારણે તે ધર્મભ્રષ્ટ અથવા ધર્મને વિરાધક થઈ જવાને કારણે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પ્રકારની પહેલી ભાવરૂપ દુખશય્યા છે.
બીજી દુખશય્યાનું સ્વરૂપ—અહીં પણ પહેલી દુખશધ્યા જેવું કથન સમજવું. આ દુખશય્યાના વર્ણનમાં એટલી જ વિશેષતા છે કે તે સંયત પિતાને પ્રાપ્ત થયેલા આહારપાણ આદિથી સંતોષ માનતો નથી પણ અન્ય સંયતને પ્રાપ્ત થયેલા આહરાદિની આશા કરે છે. એટલે કે તે એવી અભિલાષા રાખે છે કે અન્ય સંયત અને તે આહારદિ આપી દે. બાકીનું કથન મૂળામાં કહ્યા અનુસાર સમજવું.
ત્રીજી દુખશયા–આ દુખશયાનું કથન મુજાર્થી પ્રમાણે જ સમજવું અહીં દેવલોક અથવા મનુષ્યલક સંબંધી કામોની-શબ્દાદિક વિષયની આશા રાખનાર સંયત પિતાનો સંસાર વધારે છે, એવું સમજવું..
ચોથા પ્રકારની દુઃખશા–અહીં એવા સંતની વાત કરી છે કે જે પિતાની ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ચરણું દબાવરાવવા આદિ રૂપ સંવાહનને, પરિમર્દન (માલિશ) આદિ સુખોને યાદ કરે છે અને સંયતાવસ્થામાં એ લાભે ન મળવાને કારણે મનમાં દુખ અનુભવે છે (શરીરને સુખ ઉપજે એવી રીતે તેને દબાવરાવવું તેનું નામ સંવાહન છે શરીરે પીઠી, સુખડ આદિ ચળવવી તેનું નામ શરીર દ્વર્તન છે, શરીરે તેલનું માલિશ કરવું તેનું નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫૦