Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) શય્યા પ્રતિમા ચાર કહી છે. (૨) વસ્ત્ર પ્રતિમા ચાર કહી છે. (૩) પાત્ર પ્રતિમા ચાર કહી છે. (૪) સ્થાન પ્રતિમા ચાર કહી છે.
- જેના પર શયન કરાય છે તેનું નામ શય્યા છે. એવી તે શય્યા પીઠફલક આદિ રૂપ હોય છે, તે શાની જે અભિગ્રહ રૂપ પ્રતિમા તેને શય્યાપ્રતિમા કહે છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) હું અમુક પ્રકારનું પીઠફલક આદિ ગ્રહણ કરીશ. (૨) અમુક પ્રકારનું પીઠફલક આદિ જોઈશ તે તેને જ ગ્રહણ કરીશ. (૩) જે એજ શય્યાતરના ઘરમાં અમુક પ્રકારનું પણું પીઠફલક આદિ હશે તે ગ્રહણ કરીશ. (૪) અમુક પ્રકારનું પીઠફલક આદિ જે યથાસંસ્કૃત હશે તે જ ગ્રહણ કરીશ. આ ચાર પ્રકારની પ્રતિમા એમાંની પહેલી અને બીજી પ્રતિમાઓનું આરાધન ગચ્છનિર્ગત સાધુઓ વડે થતું નથી, પણ ત્રીજી અને ચોથીમાથી કોઈ એક પ્રતિમાનું જ તેમના દ્વારા આરાધના થાય છે. ગચ્છસ્થિત સાધુઓને માટે તે આ ચારે પ્રકારની પ્રતિ માએ કહષ્ય ગણાય છે.
ચાર વસ્ત્રપ્રતિમાઓ નીચે પ્રમાણે છે–(૧) હું અમુક પ્રકારનું સુતરાઉ અથવા ગરમ વસ્ત્ર માગીશ. અથવા (૨) જે વસ્ત્ર જોયું છે એજ માગીશ અથવા (૩) આનર પરિગ રૂપે અથવા ઉત્તરીય પરિગ રૂપે ગૃહસ્થ જન દ્વારા જે વસ્ત્ર પરિભક્ત હશે એજ વસ્ત્ર સ્વીકારીશ અથવા વસ્ત્ર ઉત્કૃષ્ટ ધર્મવાળું હશે તે જ તેને સ્વીકાર કરીશ. આ રીતે વસ્ત્રગ્રહણ વિષયક જે અભિગ્રહ છે તેને વસ્ત્રપ્રતિમા કહે છે.
પાત્રગ્રહણ વિષયક અભિગ્રહના ચાર પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) માટીનું કે કાષ્ઠનું કે તુમ્બીનું પાત્ર જે અમુક પ્રકારનું હશે તે જ ગ્રહણ કરીશ. (૨) અથવા જે પાત્ર મેં દેખ્યું હશે તેને જ સ્વીકાર કરીશ, (૩) અથવા ગૃહસ્થનું જે સ્વાંગિક હશે અથવા જે પરિભક્ત (વપરાશને માટે અયોગ્ય ગણીને કાઢી નાખેલું) હશે અથવા જે બે ત્રણ પાત્રોમાં પર્યાયની અપેક્ષાએ પરિભૂજ્યમાન થઈ રહ્યું હશે એવું જ પાત્ર હું લઈશ તથા ઉઝિતધર્મક પાત્ર જ લઈશ એટલે કે ઉપર્યુક્ત ત્રણ પ્રકારના પાત્ર જ સાધુઓને કપે છે, તેથી ત્રણના જ નામ અહીં પ્રકટ કર્યા છે.
કાર્યોત્સર્ગ આદિને માટે સ્થાન ગ્રહણ કરવાના વિષયમાં જે અભિગ્રહ થાય છે તેને સ્થાન પ્રતિમા કહે છે તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જે સ્થાન અચિત્ત હશે, એષણીય હશે, આકુંચન પ્રસરણ આદિ ક્રિયાઓને યેગ્ય હશે, દિવાલ આદિ રૂપ અવલંબન આધારથી યુક્ત હશે અને ચંદ્રમણાવકાશ યુક્ત (કારણવશ આમ તેમ ફરવાને યોગ્ય) હશે, એજ સ્થાન મરે માટે આયણીય થશે. આ પ્રથમ સ્થાન પ્રતિમાનું સ્વરૂપ સમજવું. (૨) જે પૂર્વોક્ત સ્થાન ચંક્રમણવકાશથી રહિત (કારણવશ આમ તેમ ફરવાને માટે અયોગ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૭પ