Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક મેાટુ' પુંડરીક (કમલ વિશેષ) ઉગેલું હતું તેને લેવાને માટે ચાર દિશામાંથી ચાર માણસ આવ્યા. જે જે દિશાઓમાંથી તેઓ આવ્યા હતા તે તે દિશાઓવાળા કમ (કાદવવાળા) માગે થઇને તે તે પુષ્કરિણીમાં આગળ વધ્યા. અને ગમે તે પ્રકારે તે પુ'ડરીક પાસે પહોંચીને તેમણે તેને તેાડી લીધું. પણ કાદવમાં ફસાઈ જવાને કારણે તેઓ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળી શકયા નહીં. તે પુષ્કરિણીને કિનારે કાઇ એક માણસ ઊભેા હતા. તે અમે ઘવચનવાળા હતા. તેથી તેણે તેમને કાઇ પણ પ્રકારે તે કમ (કાદવ)માંથી બહાર કાઢયા. આ પ્રકારનું સ્થાપનાકનું આ જ્ઞાત (ઉદાહરણ) છે. અહી’ તેના ઉપનય (આરાપણુ) આ પ્રમાણે કરી શકાય છે-કમના સમાન વિષય છે, પુષ્કરણી સમાન સંસાર છે, કમલ (પુંડરીક) સમાન રાજિદ રૂપ લખ્ય પુરુષ છે, ચાર પુરુષા સમાન પરતીથિકા છે, કિનારે ઊભેલા પુરુષના સમાન સાધુપુરુષ છે, અમેઘવચન સમાન ધદેશના છે અને ઉદ્ધારના સમાન નિર્વાણ છે. આ પ્રકારે પરના દૂષણને પ્રકટ કરીને સ્વમતની સ્થાપના આ દૃષ્ટાન્ત દ્વારા કરવામાં આવી છે. તેથી તે દૃષ્ટાન્ત સ્થાપનાકમ રૂપ છે.
અથવા અનિત્યશનુંઃ તાત્” આ પ્રકારના અનુમાન પ્રયાગ દ્વારા જ્યારે કોઇ વાદી શબ્દમાં કૃતકત્વ હેતુદ્વારા અનિત્યતાની સિદ્ધિ કરે છે, ત્યારે કાઇ તેને એવુ કહે છે કે વર્ણાત્મક શબ્દમાં ૮ કૃતકત્વ ” હેાતું નથી, કારણ કે મીમાંસકની અપેક્ષાએ તેમનામાં નિત્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે. આ રીતે કૃતકત્વહેતુ પેાતાના વણુરૂપ સંપૂર્ણ પક્ષમાં જતેા નથી. આ પ્રકારની દલીલ સાંભળીને જે સ્થાપના હેતુવાદી છે તે કહે છે કે જે વર્ણાત્મક શબ્દ છે તે કૃતક જ હાય છે, કારણ કે કારણભેદથી તે ઘટપટાદની જેમ ભેદવાળે થાય છે જેમ પાત પેાતાના કારણના ભેદથી ઘટપટાદિમાં ભેદ હોય છે, એજ પ્રમાણે શુક સારિકા (પેપટ, મેના) આદિ રૂપ કારણના ભેદથી વર્ણાત્મક શબ્દ પણ ભેદવાળા હોય છે. આ પ્રમાણે ઘટાદિના દૃષ્ટાન્ત દ્વારા વર્ષોમાં, કૃતકતાની સ્થાપના કરવામાં આવે છે. તેથી તેનું નામ ‘દૃષ્ટાન્તસ્થાપના કમ” છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯૧