Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે કઈ ગતિમાં ઉત્પન થાય છે ત્યારે ભગવાને જવાબ આપ્યો-“સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.” કુણિ કે બીજો પ્રશ્ન પૂછ્યું “હે ભગવન્! મરીને ક્યાં જઈશ?” ત્યારે ભગવાને જવાબ આપો-“તમે મરીને છઠ્ઠી નરકમાં જશે.” ત્યારે કણિકે પૂછયું-“હે ભગવન ! હું સાતમી નરકમાં શા કારણે નહીં જઉં ?” પ્રભુએ જવાબ આપે-“ચકવતી જ મરીને સાતમી નરકમાં જાય છે.” ત્યારે કણિકે પૂછયું “શું હું ચક્રવર્તી નથી ? મારી પાસે પણ ચકવતીના સાધનરૂપ ગજ, અશ્વાદિક છે.” ત્યારે ભગવાને તેને એ જવાબ આપે કે “તમારી પાસે રત્ન અને નિધિઓ નથી ” ત્યારે તેણે કૃત્રિમ રતનેને એકત્ર કરીને ભરતક્ષેત્રને જીતવાની પ્રવૃત્તિ શરુ કરી, ત્યારે કતમાલિક નામના દેવે તેને મારી નાખ્યો. તે મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયે. આ દાન્તમાં છઠ્ઠી નરકમાં ગમનરૂપ અનભિમત અંશના ત્યાગની અપેક્ષાએ અને સાતમી નરકમાં ગમનરૂપ સ્વાભિમત અંશના ગ્રહ. ની અપેક્ષાએ આહરણતશતા સમજવી જોઈએ.
નિબાવા” કઈ વિનીત શિષ્યને દાખલ આપીને અન્યને પ્રબોધિત કરવા નિમિત્તે વિધેય રૂપ જે વચને કહેવામાં આવે છે તેનું નામ આહરણનિશ્રાવચન છે. જેમકે-માર્દવાદિ ગુણ સંપન્ન વિનીત શિષ્યની નિશાને સહન ન કરનારા અન્ય શિષ્યને ગૌતમ સ્વામીને લક્ષ્ય કરીને જે વચને મહાવીર પ્રભુએ કહ્યા હતાં તે વચનને નિશાવચન કહે છે. તે પ્રસંગ હવે પ્રકટ કરવામાં આવે છે–તુરતના દીક્ષિત ગાલિ મુનિને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે પરિત્યક્ત કૃતિવાળા ગૌતમસ્વામીને મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું હતું–ઘણુ જ દિનેથી સંક્ષિપ્ટ છે ગૌતમ ! ચિરપરિચિત છે ગૌતમ! તું અતિસંપન્ન ન થઈશ પરિત્યક્ત યુતિવાળા થવું તારે માટે ઉચિત નથી.” ઈત્યાદિ વચને દ્વારા ગૌતમને અનુશાસિત કરનાર મહાવીર પ્રભુએ અન્ય મુનિજનેને પણ અનુશાસિત કર્યા હતા. અહીં અનભિમત રૂપ અપતિ રૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૯ ૪