Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સદાચારી હોવાથી સુસ્વભાવવાળો હોય છે અને પછી પણ તિર્બલપુરંજન જ રહે છે. એવો તે મનુષ્ય સદાચારશીલ જ્ઞાની હોય છે અથવા દિવાચર-સાધુ મનુષ્ય હોય છે. અથવા “પરંm” આ પદની સંસ્કૃત છાયા “કન્નરઃ થાય છે. આ સંસ્કૃત છાયા લેવામાં આવે તે ચાર ભાંગા આ પ્રમાણે બને છે–(૧) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે તમઃ (અપ્રસિદ્ધ) હોય છે અને અંધકારરૂપ બળથી ચાલતાં લજજા અનુભવે છે. આ પ્રથમ પ્રકારમાં અપ્ર. સિદ્ધિવાળે પ્રકાશચારી સાધુપુરુષ ગૃહીત થયે છે
બીજા પ્રકારમાં અંધકારચારી (નિશાચર) ચોર આદિ ગૃહીત થયા છે. ત્રીજા ભાગમાં પ્રકાશચારી સાધુજન ગૃહીત થયા છે. અને ચોથા ભાંગામાં કઈ કારણને આધીન થઈને અંધકારમાં જ ચાલનાર મનુષ્ય ગૃહીત થયો છે. અથવા “ઝ ની સંસ્કૃત છાયા “પ્રજવલન” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જે અજ્ઞાનના બળથી અથવા અંધકારના બળથી, જ્ઞાનના બળથી અથવા પ્રકાશના બળથી પ્રજવલિત થાય છે-દર્પયુક્ત થાય છે, એવો મનુષ્ય ગ્રહણ કરવામાં આવ્યો છે, એમ સમજવું. માં દૃષ્ટિએ પણ અહીં ચાર ભાંગાએ સમજી લેવા જોઈએ.
દસમાં સૂત્રમાં પુરુષોના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છ– ૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકર્મા હાય છે-એટલે કે સાવદ્ય રૂ કર્મોના સ્વરૂપને જ્ઞાતા હોય છે, અને તેના સ્વરૂપને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરી નાખનારો હોય છે, છતાં પણ તે આહારાદિ સંજ્ઞાઓને જાણકાર હેતે નથી. એવો જીવ રસમૃદ્ધ (૨સલોલુપ) સંત હોય છે અથવા શ્રાવક હોય છે (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે સદભાવનાથી ભાવિત (યુક્ત) હોવાને કારણે પરિજ્ઞાન સંશાવળે તે હોય છે, પણ તે સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત હોવાથી પરિજ્ઞાત. કર્મો હેતે નથી. એ તે મનુષ્ય શ્રાવક હોય છે. (૩) કોઈ એક મનુષ્ય એ હોય છે કે જે સાવધ આદિના સ્વરૂપને પણ જાણકાર હોય છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩