Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છતાં પણ પિતાને કદાગ્રહ છેડતે નથી–પિતાની અનુચિત વાતને જ પકડી રાખે છે-સહેજ પણ કૂણે (નબ્રીભૂત) થતું નથી એવા શ્રાવકને સ્થાણુ સમાન કહે છે. (૪) ખરકંટક સમાન શ્રમણે પાસકને ભાવાર્થ –તીહણ કાંટાઓથી ભરપૂર બાવળ આદિની ડાળી કઈ અંગમાં કે કપડામાં ભરાઈ જાય તે તે સરળતાથી અલગ થતી નથી, પણ પ્રયત્નપૂર્વક તેને અલગ કરવી પડે છે અને એ વખતે અલગ કરવાનો પ્રયત્ન કરનારના હાથમાં પણ તે તીક્ષણ કાંટા વાગી જાય છે, આ પ્રકારના પદાર્થોને ખરકંટક કહે છે જે શ્રાવકનો સ્વભાવ આ ખરકંટકના જેવું હોય છે તેને ખર સમાન કહે છે જેમ ખરકંટકનો સ્પર્શ માત્ર જ દેષયુક્ત અથવા વ્યથાજનક થઈ પડે છે એજ પ્રમાણે ખરગંટક સમાન શ્રાવક પિતાના સંસર્ગ માત્રથી સાધુમાં અસદ્દોષોની (જે દોષનું અસ્તિત્વ જ ન હોય એવા દેશેની) ઉદ્દભાવને કરે છે. “આ સાધુ કુબેધ, કુશીલતા આદિને જનક હોવાથી ઉત્સવ પ્રરૂપક છે” ઈત્યાદિ રૂપે સાધુમાં ખેટા દોષનું આરોપણ કરનાર હોય છે અને કંટકની જેમ તેમના હૃદયમાં વ્યથા ઉતપન્ન કરનાર હોય છે તે કારણે એવા શ્રાવકને ખર કંટક સમાન કહ્યો છે. છે સૂ. ૨૨ છે
શ્રમણોપાસકોના કથનને અનુલક્ષીને હવે સૂત્રકાર વૈમાનિક દેવપર્યાયને પામેલા મહાવીર પ્રભુના શ્રમણે પાસકની ત્યાંની આયુસ્થિતિની પ્રરૂપણ કરે છે
શ્રમણોપાસક કે સ્વરૂપ કા નિરૂપણ
સમed i માગો ઈત્યાદિ સૂ. ૨૩
શ્રમણ ભગવાન મહાવીરના જે શ્રમણે પાસ કે સૌધર્મ કહપના અરુણાભ વિમાનમાં દેવપર્યાયે ઉત્પન્ન થયા છે તેમની ત્યાંની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે આ પ્રકારના મહાવીર પ્રભુના ૧૦ શ્રમણોપાસકોના નામ આ પ્રમાણે હતાં–(૧) આનંદ, (૨) કામદેવ, (૩) ગાથાપતિ ચુલની પિતા, (૪) સુરાદેવ, (૫) શુદ્રશતક, (૬) ગાથાપતિ કુંડકૌશિક, (૭) સવાલ પુત્ર, (૮) મહાશનક, (૯) નન્દિની પિતા (૧૦) શાયિકા પિતા, આ નામે ઉપાસક દશગમાં આપ્યા છે. સૂ. ૨૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩