Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધુને પપન્નક દેવ મનુષ્ય સંબંધી ગબ્ધને પ્રતિકૂળ અને અમને માનવા લાગે છે, કારણ કે દિવ્યગન્ય મનને આહૂલાદકારક લાગે છે, જ્યારે મનુષ્ય ગધ મનને અતિશય અમનેઝ લાગે છે. એ જ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે પ્રતિકૂળ-પ્રતિમ, આ બે સમાનાર્થક શબ્દોનો પ્રયોગ કર્યો છે મનુષ્ય ગજ ઉપરની બાજુ ૪૦૦ થી ૫૦૦ એજન સુધી જાય છેમનુષ્યલોકમાં આવવાને ઉસુક દેવને તે ગબ્ધ અમનેઝ લાગવાથી તે અહીં આવવાનું વિચાર માંડી વાળે છે. ભરતાદિ ક્ષેત્રોમાં જ્યારે એકાન્ત સુષમ આદિ કાળ હોય છે ત્યારે તે ગન્ય ૪૦૦ એજન ઊંચે જાય છે. પણ તે સિવાયના કાળમાં તે તે ગજ ૫૦૦ એજન ઊંચે જાય મનુષ્યક્ષેત્રમાં મનુષ્ય અને પંચેન્દ્રિય જી ઘણું હોય છે. તેમના ઔદારિક શરીર અને તેમના મળની દુર્ગધ ઉપર ૪૦૦-૫૦૦ જન સુધી ફેલાય છે. આ પ્રકારના ચાર કારણે અધુને પપન્ન દેવને મનુષ્યલોકમાં આવવામાં બાધક થઈ પડે છે.
મનુષ્યલકમાં દેવના આગમનનાં કારણોનું નિરૂપણ
“અરહિં” ઈત્યાદિ. પહેલું કારણ–દેવલેકમાં ઉત્પન્ન થયેલે નવે દેવ દિવ્ય કામભેગો પ્રત્યે અમૂચ્છ ભાવ આદિથી યુકત થઈને એવો વિચાર કરે છે કે-“મનુષ્યલોકમાં મારા પૂર્વભવના (મનુષ્ય ભવના) આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવતી છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે તેમના પ્રભાવથી જ મેં આ અનુપમ દેવદ્ધિ, દેવઘુતિ આદિ લબ્ધિ પ્રાપ્ત કરેલ છે અને અભિસમન્વાગત (મારે આધીન) કરેલ છે. તે એજ વાત ઉચિત ગણાય કે મારે અહીંથી મનુષ્યલોકમાં જઈને તેમને વંદણ નમસ્કાર કરવા જોઈએ અને તેમની પર્યું પાસના કરવી જોઈએ” આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે દેવ તુરત જ આ મનુષ્યલોકમાં આવી શકે છે.
આચાર્ય કોને કહેવાય? જેઓ પ્રતિબધ દે છે, પ્રવ્રયા અંગીકાર કરાવે છે, ઉપસ્થાપક આદિ હોય છે, જેઓ પિતે પાંચ આચારોનું પાલન કરે છે અને બીજા સાધુઓ પાસે તેનું પાલન પણ કરાવે છે તેમને આચાર્ય કહે છે.
શિષ્યોને સૂત્રાદિનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહે છે.
આચાર્યોપદિષ્ટ તપ, વૈયાવૃત્ય, આદિ કાર્યોમાં સાધુઓને પ્રવૃત્ત કરાવનારને પ્રવર્તી અથવા પ્રવર્તક કહે છે. કહ્યું પણ છે કે- “તવનિયમવિચTMરિ”િ ઈત્યાદિ. પ્રવર્તક દ્વારા તપ આદિમાં પ્રવર્તિત કરાયેલા જે સાધુએ સંયમ
ગમાં અને જ્ઞાનાદિકમાં શિથિલ થઈ રહ્યા હોય તેમને આલોક-પરલોકના અપાનું દિગ્દર્શન કરાવીને તપાદિમાં સ્થિર કરનારને સ્થવિર કહે છે. કેટલાક સાધુઓના સમુદાયનું નામ ગણે છે. તે ગણને જે અધિપતિ હોય તેને ગણી કહે છે. જે આચાર્યના જેવો જ હોય અને ગુરુના આદેશથી સાધુ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૪૧