Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગણને સાથે લઈને વિહાર કરતે હેય તેને ગણધર કહે છે. ગણના વિભાગને ગણાયછેદક કહે છે.
એવા ગણવદના અગ્રેસરને ગણાવચ્છેદક કહે છે, તે ગણાવચ્છેદક જિનશાસનની પ્રભાવનામાં, ગણકાર્ય નિમિત્તે કઈ પણ સ્થળે જવામાં, અને ક્ષેત્ર, ઉપાધિ આદિની ગવેષણા કરવામાં અવિષાદી હોય છે-એટલે કે આ કાર્યો કરવામાં દુઃખ માનનાર હોતો નથી અને સૂત્રાર્થને જ્ઞાતા પણ હોય છે. કહી પણ છે કે “કમાવનોદ્ધાવાયો ” ઈત્યાદિ.
વિમાન, રત્ન આદિ રૂપ સુરસંપત્તિને દેવહિં કહે છે. દેવશરીર સંબંધી કાન્તિને દેવહુતિ કહે છે. તેને સારી રીતે ઉપાર્જિત કરવી તેનું નામ “લબ્ધ છે. તેને પિતાને આધીન કરવી તેનું નામ પ્રાપ્ત છે, અને તેને પોતાના ભેગેપગમાં લેવી તેનું નામ “અભિસમન્વાગત છે.
ચાવ પારે” આ સૂત્રપાઠમાં વપરાયેલા યાવત્ ” પદથી નીચેને સૂત્રપાઠ ગૃહીત થયે છે-“નાથામ, સરોમિ, સમાનામ, ચા, મંજીરું, વિત્ત, ચૈિ”
સ્તુતિ કરવી તેનું નામ વંદણું છે, પાંચે અંગેને નમાવીને નમવું તેનું નામ નમસ્કાર છે. આદર દેવે તેનું નામ સત્કાર છે, અલ્પત્થાન આદિ ઉચિત વિધિ કરવી તેનું નામ સમાન છે. આચાર્ય આદિ કલ્યાણ સ્વરૂપ હોવાથી, મંગળ સ્વરૂપ હોવાથી, ધર્મદેવ સ્વરૂપ હોવાથી અને જ્ઞાનસ્વરૂપ હોવાથી તેમને અનુક્રમે કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચિયરૂપ કહેવામાં આવેલ છે. સેવા કરવી તેનું નામ પયુપાસના છે.
આ રીતે પહેલા કારણનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર બીજા કારણને પ્રકટ કરે છે–દેવલેકમાં ઉત્પન્ન થયેલે તે ન દેવ એ વિચાર કરે છે કે મનુષ્યલેકમાં શ્રુતજ્ઞાનાદિથી સંપન્ન જ્ઞાનીજને છે, તપશ્ચરણશીલ તપસ્વીઓ છે, દુષ્કરમાં દુષ્કર (કઠિનમાં કઠિન) અભિગ્રહ પૂર્વક તપશ્ચર્યાદિ કરનારા સાધુઓ છે. તે મારે ત્યાં જઈને તેમને વંદ, નમસ્કાર આદિ કરવા જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૪ ૨