Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોતરWયોતિ
દ્વિતિય ધમાણ
શાળા સહારાજ શ્રી કૌતિક શાસરિશી
શી કિક્ષારીણીની લાસ હળીભળી છે.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
leurs y Roles IR લિ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મન્થમાળા અન્ય ૧૧૪
બન્યમાળા છે
आंतरज्योति ( દ્વિતીય વિભાગ)
()-૩ અગ્નિહો)
-: ગ્રન્થલેખક :તત્વજ્ઞ શાન્તમૂર્તિ આચાર્યશ્રી શ્રીમદ્ કીતિસાગરસૂરીશ્વરજી
– પ્રકાશક :
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ-મુંબઈ મંત્રી મણિલાલ મોહનલાલ પારકર
રૂા. પ-૦-૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સંવત ૨૪૮૩ વિ. સંવત ૨૦૧૩ ઈસ્વી સન ૧૯૫૭
રત
મુદ્રક-શાહ ગુલાબચંદ લલુભાઈ શ્રી મહાદય પ્રિન્ટીંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'શ્રી ૧૦૮ ગ્રંથપ્રણેતા ચાગનિષ્ટ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આંતરતિ દ્વિતીય વિભાગ.
પ્રકાશનું વક્તવ્ય શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૪ મા ગ્રંથ તરીકે તત્વચિન્તનને આ ગ્રંથ તત્વજિજ્ઞાસુઓને કરકમળમાં મૂકતાં અતિ આનંદ થાય છે. આ ગ્રંથના લેખક પરમતત્વચિન્તક શાંતમૂર્તિ સાધુધર્મના સાચા સાધક આચાર્ય શ્રી કાંતિસાગરસૂરિજી છે. જેઓશ્રીએ લખેલ અને મંડળે પ્રકટ કરેલ આંતરતિના પ્રથમ ભાગની પદ્ધતિએ જ અનેક ગ્રંથાના વાંચન અને મનનપૂર્વક કરેલ અવગાહનના ફલસ્વરૂપે આ બીજો ભાગ છે. ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પાસે તેમણે જે જ્ઞાનપ્રસાદી મેળવી છે તે આ ગ્રંથ દ્વારા તેઓએ આપણને આપી છે એમ આ ગ્રંથ વાંચતાં સ્પષ્ટ થાય છે.
આ બીજા ભાગમાં આપેલ વસ્તુ તત્ત્વજિજ્ઞાસુ માટે અતિ અમૂલ્ય છે. સેંકડે ગ્રંથના ઢગલામાં બેસી વાંચક જે મેળવી શકે તે આ એક જ ગ્રંથમાં સમાય છે. જાણે જુદાં જુદાં પુષ્પો પર ભમી ભમી મધમાખી મધુ સંચય કરે છે તેમ લેખકે આ આંતરતિ બીજે ભાગ પણ તત્વજ્ઞાનથી સમૃદ્ધ બનાવ્યું છે. જેમાં સગત ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના વિચારોના પ્રતિબિંબ જણાય છે. પ્રથમ ભાગ ૪૮૦ પૃષ્ઠોમાં પૂર્ણ થયા હતા. આ બીજો ભાગ પૃ. ૫૭૫ માં પૂર્ણ થાય છે. તેમાં જ્ઞાનામૃત તે પ્રથમ ભાગ કરતાં યે વધુ સુંદર જણાય છે.
પ્રથમ ભાગની માફક આ બીજા ભાગનું લખાણ પણ અમને પ્રકટ કરવા એગ્ય લાગતાં આ મંડળના ઉપપ્રમુખ શ્રીમાન ફત્તેચંદભાઈ ઝવેરભાઈને વાંચવા આપતાં તેઓને પણ તે ઘણું ઉપયોગી અને અનેક શાસ્ત્રના દોહનરૂપ અને જીવનને ઉજ્વળ કરનારું લાગવા સાથે સદ્ગત ગુરુદેવના વિચારો અને વર્તનને અનુરૂપ જણાવ્યું. શ્રી ફતેહચંદભાઈ શાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. અવગાહન શક્તિ તીવ્ર છે, અને પક્ષપાત વિના સત્વર ગ્રંથની ઉપયોગિતા કેટલી છે તે વાંચકેતે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાવી શકે છે. અને ભા. ૧માં પુરોવચન લખીને સમજાવ્યું છે તેમ આ બીજા ભાગમાં સમુલાસ” લખીને આ ગ્રંથમાં શું છે? તે વિગતથી સમજાવ્યું છે. એટલે આ ગ્રંથ માટે અને અમને વિશેષ લખતા નથી. પણ સમુલ્લાસ (આમુખ) ધ્યાનપૂર્વક વાંચી પછી ગ્રંથનું સંપૂર્ણ વાંચન કરવા અને આચારમાં ઉતારવા ધ્યાન ખેંચીએ છીએ, - આ. શ્રી. કીતિસાગરસૂરિ પિતાના લખેલા ગ્રંથે માટે તેમજ તેવાં કાર્યો માટે ધનિકે પાસેથી દ્રવ્ય મેળવવા માટેના પ્રયત્ન કરવાનું 'ઉચિત માનતા નથી, પણ તેઓશ્રીના શિષ્યો અને ગુણાનુરાગીઓના પ્રયાસથી દ્રવ્યસહાય મળે છે, તેમ આ ગ્રંથમાં મળી છે. આ બીજા ભાગ માટે પણ રૂ. ૧૪૪૦) મદદ તરીકે મળ્યા છે, જેની વિગત તેઓશ્રીના બે બોલવાળા લખાણમાં આપેલ છે. આ રકમની ૩૦૦) નકલે (આ ગ્રંથની) તેઓશ્રીને અપાશે; જે તેઓશ્રી તેના સહાયકે તથા યોગ્ય વ્યક્તિઓને ભેટ આપશે; તથા મંડળના હાલના સભ્યોની સંખ્યા જોતાં ૨૫૦ નકલ સભ્યોને ભેટ અપાશે. જ્યારે શેષ નકલે વેચાણ માટે રહેશે. હજી ત્રીજે ચોથે વિભાગ પ્રકટ થાય તેટલી લેખ સામગ્રી આચાર્યશ્રી પાસે તૈયાર જણાય છે. ઈચ્છીએ છીએ કે મંડળ તે પ્રકટ કરી શકે અને તેનું વધુ વાંચન થાય તેમ કરવાની દરેક પ્રકારે અનુકૂળતા મેળવે.
અધ્યાત્મ જ્ઞાન-ગવિદ્યા-તત્વચિન્તન તથા સાધના જે શૈલીના ગ્ર છે આ મંડળ પ્રકટ કરે છે. તેવા તે તે શેલીના ગ્રંથો પ્રકટ કરનાર પ્રાયઃ અન્ય સંસ્થા નથી. અને એ અર્થે પણ મંડળ સૌના સહકારની -અપેક્ષા રાખે છે.
મંડળના દરેક ગ્રંથ વાચકના આત્માને જાગૃત કરનાર છે જેથી વપરનું ભાન થઈ, સ્વકતવ્ય તરફ દેરી જનાર અને શાશ્વત સુખ મેળવવા સહાયક બની એવી ભાવના છે. મુંબઈ ૨
મણિલાલ મો. પાદરાકર ૫૭. કાલબાદેવી રેડ
ગૌતમભાઈ એ. શાહ ૨૦૧૩: વસંત પંચમી
માનદ મંત્રીઓ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર્રાતિ ષ્ટાશાંતમૂર્તિ શ્રીમદ્ કીતિ સાગરસૂરીશ્વરજી મહારાજ
જન્મ:સ, ૧૯૪૬ પન્યાસ પદ્મ: સ. ૧૯૮૪
દીક્ષા:–સં. ૧૯૬૯ આચાય પદ:–સ. ૧૯૯૬
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થ લેખકના બે બેલ
સંસારમાં રહેલા માનવગણને વ્યાવહારિક કાર્યો કરતાં વિવિધ વિને ઉપસ્થિત થાય છે આવેલા વિનિને તથા તજ્જન્ય વિડંબનાઓને વિફલ કરવાની દરેક સુખના અર્થીઓને દરરોજ ચિન્તાઓ અને વલે પાતાદિ થયા કરે છે; ચિન્તા વગેરેને ટાળવા માટે અમે સમ્યમ્ જ્ઞાનીઓના કથન પ્રમાણે અને સદ્દગુરુની કૃપાવડે શ્રી આન્સર જ્યોતિના પ્રથમ ભાગમાં શક્યશક્તિ વાપરેલી છે-એટલે યથાશક્તિ પ્રયાસ કરે છે; શુભ કાર્યમાં શક્ય પ્રયત્ન કરે તેમ જ્ઞાનીઓ ફરમાવે છે. આ કથન મુજબ પુનઃ શ્રી આન્તર
જ્યોતિને દ્વિતીય ભાગ રચવામાં આવ્યું. આ ભાગમાં પણ સદુપદેશની સાથે કેટલેક સ્થળે વ્યાવહારિક કાર્યોની આંટીઘૂંટીને ઉકેલવા ચાલુ દૃષ્ટાંત મૂકવામાં આવેલાં છે, તથા ધાર્મિક કાર્યોની સમજણની બીના પણ લખવામાં આવી છે; સદુપદેશની સાથે કથાઓ રહેલી હોય તે ભાગ્યશાલીઓને વધારે પસંદ પડે છે–આમ ધારી પ્રથમ તત્વજ્ઞાનીઓ કથાઓને પણ પસંદ કરે છે–આ મુજબ પ્રથમ સદુપદેશ અને તેની સમીપે તે સદુપદેશની સંબંધવાળી કથાઓ મુકી છે એટલે આ બીજો ભાગ-અધિક રૂચિકર થાય, એ આશા છે. તત્વજ્ઞાનની સાથે કથાઓ વાંચવાથી કે શ્રવણ કરવાથી શુભ સંસ્કાર પડવાથી અશુભ વિચારઉચ્ચાર અને આચાર ખસવા માંડે છે; માટે નિરન્તર કલ્યાણકામી સજજનેએ શ્રી આન્સર જ્યોતિને પ્રથમ ભાગ તથા બીજો ભાગ વાંચવા માટે બે ઘડી પણ કાઢવી, કે જેથી શુભ વિચારાદિના યોગે સંસારમાં સાર મળી શકે. આધિ-વ્યાધિ અને ઉપાધિનું જોર ચાલે નહી અને અનુક્રમે ખસવા માંડે. આ સિવાય એટલે સદુપદેશ સિવાય અનાદિકાલીન હૈયામાં જે મમતા રહેલી છે અને તેના વેગે જે આત્મા મલિન થએલ છે તે શુદ્ધ થશે જ નહી. નોવેલ વાંચવામાં જે રસ રહેલ છે, તે રસ, આ ગ્રન્થમાં રાખશો તો તત્કાલ મેહ-મમતાની જે મલિનતા થએલી છે તે દૂર ખસશે અને તે દૂર ખસતાં સાચા સુખનો સ્વાદ આવશે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ ભાગને છપાવી બહાર પાડવામાં શેઠલલુભાઈ કરમચંદભાઈએ તથા કવિરાજ મણિલાલ મેહનલાલભાઈ તથા શા. મંગળદાસ લલ્લુભાઈએ જે પ્રેરણા પૂર્વક સહકાર આપેલ હતા તે મુજબ બીજા ભાગમાં તેમણે પ્રેરણા તથા સહકાર આપેલ છે તથા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના ઉપપ્રમુખ શા ફેહિચંદ ઝવેરભાઈએ પ્રફને સુધારવા તથા લખાણ તપાસવામાં જે તદી લીધી છે તે તેમની હૈયાની ભક્તિ સૂચવે છે; આ પ્રમાણે ત્રીજો ભાગ બહાર પાડવામાં ભક્તિ કરશે, એવી આશા છે.
બીજા ભાગમાં આવેલી ગૃહસ્થની મદદ ૯૦૦) અનુગાચાર્ય પંન્યાસજી મહાદયસાગરજી ગણવર્યના સદુપદેશથી
શ્રાવકો તરફથી આવેલા. ૫૦). શા. મૂલજીભાઈ જગજીવનદાસ તરફથી ૫૦) શા. કુલચંદભાઈ પ્રાગજીભાઈ તરફથી ૫૦) શા. ગગલભાઈ દલછાભાઈની ધર્મપત્ની બેન કમલાબાઈ તરફથી ૫૦) કાપડીઆ નહાલચંદભાઈ હકમચંદભાઈ તરફથી, પાંજરાપોળ ૪૦) સગુણાનુરાગી મુનિ મહારાજ કપૂરવિજયજીના શિષ્ય તપસ્વી
પંન્યાસ મનેહરવિજયજી ગણી તરફથી ૩૦૦) અનુગાચાર્ય પંન્યાસ મહદયસાગર ગણીના ઉપદેશથી મેસાણા
સુધારા ખાતા પેઢી તથા સંધ તરફથી આવ્યા.
ઉપર મુજબ રૂ. ૧૪૪૦) જેઓ તરફથી મળ્યા છે તેઓને તથા યોગ્ય સ્થળે આ ગ્રન્થની નકલે ભેટ અપાશે.
સં. ૨૦૧૩ ) માગશિર શુદિ ૧૧ |
મહેસાણા
આચાર્ય કીર્તિસાગરસૂરિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
समुल्लास.
प्रभाचन्द्रार्कभादीनां मितक्षेत्र प्रकाशिका | आत्मनस्तु परं ज्योति र्लोकालोक प्रकाशकम् ॥ निरालम्बं निराकारं निर्विकल्पं निरामयं । आत्मनः परमं ज्योति र्निरुपाधि निरञ्जनम् ॥
r
તારા ચંદ્ર અને સૂર્ય વિગેરે પરિમિત ક્ષેત્રપર પ્રકાશ કરે છે, પર`તુ આત્માની પરમ જ્યાતિ તાલેક અને અલેક ભયને પ્રકાશ આપનારી છે; આંતર જ્યાતિ આલખન રહિત, આકાર રહિત, વિકલ્પ રહિત, રાગ રહિત, ઉપાધિ રહિત અને લેપ રહિત છે. ’
પમયાતિ પંચવિશતિકા-પૂ. શ્રીમદ્ ઉ॰ શ્રી યશવિજયજી. મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા અનુસાર · આવીચિમરણ ' દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યનું થઇ રહેલુ છે; મતલબ કે જન્મ્યા પછી જેમ જેમ સમય વીતતા જાય છે તેમ તેમ પૂષ્પ આયુષ્યમાંથી ક્ષણેા ઓછી થતી જાય છે; આવી પરિસ્થિતિમાં જો કે ખાલુ પ્રાણેા ધારણ કરતા મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવ દશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતુ નથી; આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન સન શાસ્ત્રાએ પ્રખેાધ્યુ છે..
આત્માભિમુખ જીવન માટે આત્માની શક્તિઓનેા એક સરખા વિકાસ સાધ્યા વગર ક્રાઇ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ; મુખ્ય શક્તિઓ છે; એક ચેતના અને ખીજી વીય; એ બન્ને
For Private And Personal Use Only
એની એ
શક્તિએ
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર એવી સંક્લાયેલી છે કે એકના વિના બીજને વિકાસ અધૂરે રહી જાય છે, જેથી બને શક્તિઓ સાથે જ આવશ્યક છે; ચેતનાને વિકાસ એટલે સમ્યગ શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું; જ્ઞાન અને ક્રિયા એ બને એકાત અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે; એ બને છેડાએ ગેહવાય તે જ ફળસાધક બને; અન્યથા નહિ; આ બાબતમાં અંધ—પંગુ ન્યાય સુપ્રસિદ્ધ છે. જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય પણ સમ્યફારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળું છે; જેમ પાંગળે માણસ ભલે દેખતે હેય પરંતુ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને જઈ શકતા નથી, તેમ જ્ઞાનીઓ જ્ઞાન બળે ભલે દેખતા હોય પણ તેઓ ચારિત્ર-ક્રિયારૂપ પગ વગર મેહજન્ય–કામ અને પરિગ્રહજન્ય-વાસનાઓના (Temptations) દાવાનળથી બચી મુક્તિ મુકામે જઈ શક્તા નથી; જ્ઞાનક્રિયાની પરસ્પર મુખ્યતા અને ગૌણુતા તે અવસ્ય રહેવાની; પૂ૦ ઉ૦ શ્રીમદ્દ યશોવિજયજીએ પણ કહ્યું છે કે જળમાં પેસી પગ ન હલાવે તારુ તે કેમ તરશે રે ! ખાસ કરીને જ્ઞાન મેળવવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને વિષય છે અને તદનુસાર જીવન ઘડવું–એ ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમનું કાર્ય છે.
જ્ઞાન મેળવવા માટે સાહિત્યની આવશ્યકતા ઊભી થાય છે; ભારતના સર્વ દર્શનેમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે; સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિ પણ નીતિ અને ધર્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલી શારીરિક, માનસિક ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક સંપત્તિઓ મનુષ્ય પોતાના જીવનમાં સમન્વિત કરે અથવા દેશદષ્ટિ તજીને ગુણેને આદર કરે તે મનુષ્ય સંસ્કારી બને છે; સંસ્કાર જીવનનું ઘડતર કરે છે, પ્રગતિના માર્ગે લઈ જાઈ ધર્મબુદ્ધિ જાગ્રત કરી મૈત્રી પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ ભાવનારૂપ આત્મિક શક્તિઓની આંતર જાતિને પ્રકટ કરે છે અને પ્રાતે અનેક શુભ સંસ્કારથી સમૃદ્ધ થયેલ આત્મા પિતાને
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક સુપ્ત (Potential) ગુણેનો વિકાસ કરી આદર્શ મનુષ્ય બની પાંચ સમવામાં પુસ્થાને મુખ્ય કરી કર્મોથી સ્વતંત્ર રીતે મુક્તિ મેળવે છે.
ખાસ કરીને સાહિત્યસૃષ્ટિમાં જ્યારે ધાર્મિકભાવના પ્રવેશે છે ત્યારે તે સાહિત્ય અનેક આત્માને હિતકર નીવડે છે; સાહિત્ય અનેક પ્રકારનાં છે; જૈનદર્શનના ચારે અનુગામાં સાહિત્ય ભવું પડયું છે, તેને આધુનિક દષ્ટિએ ઉપકારક થાય તેવી રીતે જવાનું કાર્ય વિદ્વજનનું છે. ચારે અનુગો પરસ્પર પૂરક છે; કથાનુગને સાહિત્યમાંથી લૌકિક અને લેટેત્તર ધર્મના શિક્ષણના પાઠે પ્રાપ્ત થાય છે; તે ઉપરથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે મનુષ્ય પિતાનું અને જન સેવાનું કર્તવ્ય જાણું આત્મકલ્યાણ કેમ સાધવું તેનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમાંથી હેય
ય અને ઉપાદેય શું છે ? તે જાણી-આદરી–ત્યાગી દ્રવ્યાનુયોગની વિચારણામાં પ્રવેશ કરી કર્તવ્યપરાયણ બને છે.
શોતિષતિ -એ ઉપનિષદ્દના સૂત્ર પ્રમાણે, “મહાનલ એક જ ઘો ચીનગારી”—એ સમર્થ કવિ શ્રી નરસિંહરાવના કવન પ્રમાણે, અને જૈનદર્શનનો અંતરાત્મ અવસ્થાવાળા ચતુર્થ ગુણસ્થાનકથી-સમ્યકત્વ પ્રાપ્તિથી આરંભી તેરમાં ગુણસ્થાને પ્રાપ્ત થતી કૈવલ્યની અવસ્થા પર્યતજેમ બીજને ચંદ્રમા છેવટે પૂર્ણિમાના ચંદ્રમાં લય પામે છે તેમઆંતરતિને વિકાસ થતો રહે છે; આ આંતરજ્યોતિનું દિગદર્શન અને પ્રકાશ સમજવા માટેનું ઉપદેશમય લેખન કાર્ય પૂ૦ આ૦ મ0 શ્રી કીર્તિસાગરસૂરિજીએ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુપૂર્વક પ્રસ્તુત પુસ્તકમાં કરેલું છે.
પ્રસ્તુત પૂ૦ આચાર્યશ્રીએ આંતરતિને પ્રથમ વિભાગ તૈયાર કરેલ તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થઈ ગયેલ છે. આ બીજો ભાગ છે; તેમાં જીવનના કોઈ અગમ્ય અંતસ્તલમાંથી પ્રવાહબદ્ધ વિવેચન રજુ થયું છે; સામાજિક, શારીરિક, માનસિક, યૌગિક, નિશ્ચય બળ (Will Power) પ્રાપ્ત કરાવનારી, બ્રહ્મચર્ય.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વૈરાગ્યમય અનેક વ્યાવહારિક શીખામણે તથા સૂચનાઓ આપી છે; યોગવિભૂતિ સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ જાણે કે પિતાના સાહિત્ય લેખનના સંસ્કાર બીજોને વારસો એમને આપ્યો હોય અને વિચારપૂત લેખન શિલી વણથંભી વિસ્તારથી પ્રવાહબદ્ધ ચાલુ થઈ હોય–તેમ આપણને અનુમાન કરવા આંતરદશન થાય છે; આ લેખન શેલી તદ્દન સરળ અને સાદી ગુજરાતી ભાષામાં અને અંતઃકરણના ઊંડાણમાંથી નીકળેલ હોઈ સમાજને ઉપકારક બની છે; તેનું મુખ્ય ઉપાદાન કારણ એમના હૃદયમાં રહેલી અને પછીથી આ ગ્રંથના પ્રારંભમાં વ્યક્ત કરેલી શ્રી મહાવીરદેવની અને પૂ. ગુરુદેવની પ્રાર્થનાને આભારી હેય-એમ પણ કેમ ન હોય ! એમનાં લખાણ શિષ્ટ સુપ્રસન્ન અને માનવતાસ્પર્શ છે. મંગળમૂર્તિ પૂ આ શ્રી કીર્તિસાગરસૂરિજીની શેલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે આંતર
જ્યોતિ જગાવી, સાધન, દૃષ્ટાંતો અને આત્મવિકાસની ચાવીઓ આપી સરેરાટ ચાલી જાય છે અને તે પણ ઊંડા આત્મનિરીક્ષણ પૂર્વક; “Spiritual strength is life & weakness is death'– એ સ્વામી વિવેકાનંદના વાયના સત્વને સાર્થક કરે છે; વાચકે ઉભય પ્રાર્થનાઓ કે જે એમણે અર્થરૂપે આત્માની આંતરતિમાંથી પ્રકટાવી છે તે વાંચશે એટલે સ્વયમેવ જણાશે.
પ્રસંગે પાત્ત આંતરતિ દ્વિતીય વિભાગમાં અનેક કંડિકાઓ તેમની છે તેમાંથી માત્ર નવ કંડિકાઓ આપવામાં આવે છે, જેથી વાચકેને તેમના સરળ અને સીધા ઉપદેશની ઝાંખી થશે.
(૧) અરે ભાગ્યશાલીઓ ! જ્યારે પ્રતિકૂલતા આવે અગર વિડબના આવી હાજર થાય ત્યારે નિર્ભય બને અને હૈયે ધારણ કરીને તેને હઠાવો ! હઠાવવાની આત્મશક્તિ તમારામાં છે જ.
(૨) આત્મિક માનસિક અને કાયિક શક્તિની શુદ્ધિ માટે પ્રથમ ઉપાય કઈ સાચો હોય તે બ્રહ્મચર્યનું પાલન છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) વ્યાવહારિક કાર્યો એવાં હોવાં જોઈએ કે જે નિવૃત્તિના આનંદમાં મીલાવે.
(૪) સર્વોદયની ચાવી પાંચ મહાવો તેમજ ગૃહસ્થધર્મઆર વ્રતનું પાલન કરવામાં સમાયેલી છે.
(૫) કર્મોને લઈને સુખદુઃખ સંગવિગ તો થવાનાં જ; પણ તેવા પ્રસંગે મમતા અને મંઝવણની જાળમાં ન પડવું; તે જ જ્ઞાનની સફળતા છે.
(૬) ભેગેપભોગથી આ લેક અને પરલેક બગડે છે અને ત્યાગથી આ લેક અને પરલેક સુધરે છે. | (૭) દરરોજ અધિકમાં અધિક જરૂર આત્મનિરીક્ષણની છે.
(૮) મનુષ્યભવ પામીને પશુપંખીઓ કરતાં વિશિષ્ટતા જે પ્રાપ્ત કરી નહિ તે મેઘેરા મળેલા મનુષ્ય જીવનની સાર્થકતા શી ?
(૯) આચરેલે અનાચાર, અધર્મ અને અન્યાય, પુણ્યદયે તત્કાલ ફળતો નથી પણ તથા પ્રકારનું પુણ્ય ખતમ થયા પછી અનુક્રમે તેઓના કરનારની મૂળ શક્તિઓને હણું નાંખે છે.
આવી હદયસ્પર્શી ઉપદેશની અનેક કંડિકાઓ દ્વારા ગૃહસ્થને તથા સાધુવર્ગને કર્મયોગ શીખવ્યો છે અનેક સ્થળે આધ્યાત્મિક દૃષ્ટિફલકનું સાધ્યબિંદુ રાખી શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નીતિનું નિદર્શન કરાવ્યું છે; કોઈ કોઈ વાચકોને એકની એક હકીકત અનેક દષ્ટિબિંદુઓથી રજુ થતી હાઈ કલ્પનામય રીતે પિષ્ટપેષણરૂપ લાગશે પરંતુ અનાદિ કાળથી આહાર, ભય, કામ અને પરિગ્રહના કુસંસ્કારમાં પડેલા આત્માએને રામબાણ ઔષધ વારંવાર સેવન કરવું પડે તે જ અનાદિથી ષિાયેલા કુસંસ્કારો રૂ૫ આંતરિક રોગોનું નિવારણ થઈ શકે છે, જેથી પુનરુક્તિ દોષ રહેતો નથી; બને ભાગે પ્રત્યેક વ્યક્તિએ વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપયેગી માની અવશ્ય વાંચી માનવ જન્મ સાર્થક કરવાનો છે; આ એમના આત્મામાંથી નીકળેલ સ્વચ્છ આંતર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશ છે તેથી જ આંતરતિ નામ સાર્થક બને છે. હજી તે એમનાં એટલાં વિશાળ લખાણે છે અને વર્તમાનમાં પણ લગે જાય છે તે તપાસતાં–આંતરતિના કદાચ પાંચ મોટા વિભાગ ક્રમે ક્રમે પ્રકાશિત કરવાને મંડળને શુભ અવસર પ્રાપ્ત થાય !
પ્રસંગોપાત્ત કહેવાનું પ્રાપ્ત થાય છે કે શ્રીયુત મંગલદાસ લલ્લુભાઈ (ઘડીઆળી) કે જેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના સૌજન્યમૂતિ, ખાદીધારી અને સેવાભાવી મંત્રી લગભગ દશ વર્ષ થયાં હતાં, તેમનું કારતક સુદ ૨ તેપનમા વર્ષે આકસ્મિક અવસાન થવાથી મંડળે ઉત્તમ કાર્યકર ગુમાવ્યા છે અને તેમના અભાવથી ખેટ પડી છે; તેમને અરણુંજલિરૂપે પ્રસ્તુત પુસ્તકમાં તેમનું સંક્ષિપ્ત જીવન અને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે તે ઉચિત છે; અમે પણ આ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે એમના અમર આત્માને શાંતિ મળે; સવારે તેઓશ્રી દેરાસરજીમાં અમારી સાથે હતા અને બપોરે એક વાગે નશ્વર દેહ છોડીને ચાલી ગયા; એમને માટે આકસ્મિક બનેલ બનાવ માટે વૈરાગ્યશતકની નીચેની ઉક્તિ આપણ સહુને ચેતવણું આપનારી છે.
जंकल्ले कायव्यं तं अजं चिय करेह तुरमाणा । बहु विग्धो हु मुहुत्तो मा अवरण्डं पंडिखेह ।।
અર્થાત“જે કાલે કરવાનું હોય તે જલ્દી આજે કરો ! મુદ્દત પણ ઘણાં વિનેવાળું છે જેથી બીજા પહેરને પણ વિશ્વાસ કરતા નહિ!.
મૃત્યુમાંથી જીવન અને જીવનમાંથી મૃત્યુ એ ઘટમાળ-પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે પરંતુ મૃત્યુંજ્ય કેમ બનવું અથવા મૃત્યુ ઉપર વિજય કેમ મેળવે એ ચાવી હાથ કરવાની માનવ જીવનમાં આવશ્યકતા છે; તે માટે સમ્રાટુ અશક પછી લગભગ ચારસો વર્ષ પછી અસાધારણ તત્ત્વજ્ઞાની રોમન સમ્રાટુ માર્કસ ઓરેલિયસ થયેલા તેમનાં તથા વર્તમાન અસાધારણ પ્રતિભાશક્તિવાળા ભારતપ્રધાન
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રી જવાહરલાલ નેહરુનાં જીવન-મૃત્યુ સંબંધનાં વા, આંતર
તિને પ્રબોધન કરતાં હાઈ–અનુક્રમે-નીચે મુજબ જીવન-મૃત્યસ્પર્શી હેઇ આલેખ્યાં છે; “આ સંસારમાંથી કેઈપણ ક્ષણે તમારે માટે તેડું આવે, વહેલું કે મેડું, ત્યારે કોઈપણ જાતની આનાકાની વિન, જવા માટે તૈયાર થઈ જાઓ ! જે શકિતએ તમને પેદા કર્યા છે, એ કહે છે કે, હવે તમારું કામ પૂરું થયું છે; નાટકના સૂત્રધારને અધિકાર છે કે નટ-નટીને ચાલુ ખેલમાંથી જ્યારે ઈચછે ત્યારે બોલાવી લે; ન– નટી આનાકાની નથી કરી શકતા; નાટક કદાચ અધૂરું રહી જાય તો પણ સૂત્રધારનો નિર્ણય એ જ છેલે નિર્ણય હેાય છે; આથી ચિંતા છોડ; શાંતિ રાખો.” આત્મચિંતન (રોમન સમ્રા) - “ જીવન અમારી સાથે કેટલીક કરડાઈથી વર્યું છે એવી ફરીઆદ અમે ન કરી શકીએ; કેમકે એ અમારી રાજીખુશીને સેદે હતો; અને એકંદર જતાં જીવન અમારે માટે એટલું કરડું કે ભૂરું નહોતું; ઘણીવાર જીવનની છેક છેવટની કેરે ઊભા રહેનારાઓ અને મોતથી ડરીને ન ચાલનારાએજ જીવનને આસ્વાદ લઈ શકે છે; અમે ગમે એટલી ભૂલો કરી હશે પણ પામરતા, આંતરિક નામોશી અને કાયરતામાંથી અમે અમારી જાતને ઉગારી લીધી છે; એક વ્યક્તિ તરીકે એ કાંઈક સિદ્ધિ છે; જીવન એ માણસની વહાલામાં વહાલી વસ્તુ છે અને તેને માત્ર એકજ વખત જીવન જીવવાનું હોવાથી તેણે એવી રીતે જીવન જીવવું જોઈએ કે જેથી કાયર અને ક્ષુલ્લક ભૂતકાળની શરમથી તેને સંકોચાવું ન પડે; હેતુશન્ય રીતે વરસે એળે ગુમાવ્યા એવી લાગણીથી રીબાવું ન પડે અને મરતી વખતે કહી શકે કે મારું સમગ્ર જીવન અને સઘળું સામર્થ્ય આ દુનિયાના પ્રથમ દયેયને અર્થમાનજાતની મુક્તિને અર્થે–મેં ખરચ્યું છે. (શ્રીહર),
ઉપસંહારમાં અને ૭ર મા વર્ષે યથામતિ આંતરતિ વિ. ૨ માટે સમુલ્લાસ લખવા પ્રેરણા કરનાર સેવામૂર્તિ સજ્જન શ્રી લલ્લુભાઈ કરમચંદને તથા વક્તા લેખક અને કવિરત્નના ત્રિવેણુ સંગમવાળા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી મણિલાલ પાદરાકરને, તેમજ ઉપાદાન કારણ તરીકે, આંતરજ્યોતિ વિ. ૨ ના પ્રવાહબદ્ધ લેખક પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગર રિઝને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; ગૃહસ્થાવસ્થામાં રચીપચી રહેલા અમે આવા સંવેદનશીલ ઉત્તમ ગ્રંથને શું ન્યાય આપી શકીએ? છતાં ઈચ્છીએ છીએ કે પ્રસ્તુત મંગલમય પુસ્તકને વાચનથી અમે અને વાચકે આમિક ગુણેને વિકાસ સાધીએ, સાર ગ્રહણ કરી પૂર્વકાળના કર્મોને દૂર કરવા પુરુષાર્થ પરાયણ બનીએ, આ અમૂલ્ય માનવ જન્મમાં મુકિતમાર્ગની તૈયારી કરી લઈ યથાશક્તિ જીવન સાર્થક કરીએ અને સમસ્ત જીવરાશિની ક્ષમાપના કરી મિથ્યાદુષ્કૃત ઈ આંતરજાતિને જાગૃત કરી સમુદ્ધાસ પ્રાપ્ત કરીએ–એ અંતિમ અભિલાષા સાથે આંતરજ્યોતિના સ્વરૂપને વ્યક્ત કરનાર નીચે મંગલમય શ્લેક સાદર કરી વિરમીએ છીએ. तज्जयति परं ज्योति : समं समस्तैरनंत पर्यायैः।। दर्पणतलइव सकला प्रतिफलति पदार्थमालिकायत्र ॥
આરસીના પૃષ્ઠભાગની માફક, અતીત અનાગત અને વર્તમાનકાલના સમસ્ત પર્યાયે સહિત, સકલ પદાર્થોને સમૂહ, જે આંતરતિમાં પ્રતિબિંબિત થાય છે–તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચૈતન્યજતિ જયવંત રહે !”
પુરુષાર્થ સિદ્ધિઉપાયશ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ મુંબઈ , સં. ૨૦૧૩,
ફતેહચંદ ઝવેરભાઈ કાર્તિક સુદી પૂર્ણિમા તા.૧૮-૧૦-૧૯૫૬ રવિવાર. ).
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળ તરફથી પ્રગટ થયેલ ગ્ર અને તે મળવાના સ્થળે માટે આ ગ્રન્થના છેવટે પેજ પપપ થી ૬૦ ઉપર ધ્યાન આપી ગ્રન્થ વાંચી-વંચાવી આત્મજ્ઞાનને લાભ મેળવે.
મંડળના સભ્ય થવાના પ્રકારે લક્ષમાં લઈ સભ્ય થયા ન હૈ તે સત્ય બને અને બીજાને સભ્ય બનાવે.
વ્યાપારી દષ્ટિએ નફે મેળવવાની રીત શરૂઆતથી જ આ મંડળે રાખી નથી. પડતરથી ઓછી કીંમતે ગ્રંથનું વેચાણ અને સવીંગ સુંદર છપાઈ, કાગળ, બાઈન્ડીંગ અને ચિત્રો તથા અર્થભાવપૂર્ણ જેકેટ આ મંડળના પ્રકાશનની વિશિષ્ટતા છે.
આ મંડળની ગ્રંથમાળામાં પ્રકટ થયેલા ૧૧૪ ગ્રંથનાં નામે, કિંમત તથા પ્રાપ્તિસ્થાન આ ગ્રંથના પૂ.પપપ થી ૬૦ ઉપર આપેલ છે. તે જોઈ જવા અને સભ્ય થવા તથા અન્ય સભ્યો બનાવવા વિનંતિ છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ જ્ઞા. ૦ મંદા-વા. મંડળ તરફથી ગ્રંથના વધુ વિશાળ પ્રચારાર્થે નીચે
પ્રમાણે સભ્યોની યાજના ઘડી છે. રૂા. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે.
રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે.
રૂા. ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ ત્રીજા વર્ગના પેન ગણાશે.
રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્ય લાઇફ મેમ્બર ગણાશે.
રૂ. ૨૫૦) થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે પણ તેઓ ખૂટતી રકમ આપી ઉપરના વર્ગના લાઈફ મેમ્બર અગર, પિન બની શકશે.
મંડળ તરફથી પ્રકટ થતાં તમામ ગ્રંથે પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલ તથા ત્રીજા વર્ગના પેટન તથા લાઈફ મેમ્બરને ૧૧ નકલ ભેટ આપવામાં આવશે.
નેહીઓના આત્મશ્રેયાર્થે વા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે.
પ્રભાવના માટે તથા સાધુ સાધ્વી અગર વિદ્વાનોને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશયોએ મંત્રીને મળવા વિનંતી છે.
ધર્મ ભાવના જગાડનાર, ધર્મમાં સ્થિર કરનાર, વન–ડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનમાં માર્ગદર્શક, ગ, અધ્યાત્મવિદ્યા, તત્ત્વજ્ઞાન અને સાધના અતિ દુર્લભ ગ્રંથોના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની, અન્યને સભ્ય બનાવી જ્ઞાનભક્તિમાં સહાયક બને.
લિ.
મંત્રીઓ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અ. પ્રમંડળના માનાર્હ મંત્રી સ્વ. શ્રી મંગળદાસ લલ્લુભાઈ ઘડીઆળીને
સંક્ષિપ્ત પરિચય
તેઓનો જન્મ સને ૧૯૦૩ સં. ૧૯૫૯ ના કારતક માસમાં વિજાપુર મધ્યે હતું. કાકા રીખવદાસ વિજાપુરની કોર્ટમાં વકીલનું કામ કરતા હતા. ઠરેલ અને જાણકાર હોવાથી સારા વકીલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. પીતાશ્રી લલ્લુભાઈ અમૂલખ જગાભાઈને ધાર્મિકજ્ઞાન ઉચ્ચા પ્રકારનું હતું. પૂજ્ય શ્રીમદ્ રવિસાગરજી-શ્રી સુખસાગરજી-શ્રી બુદ્ધિસાગરજી મહારાજનો પરિચય વધુ હતો. તત્વજ્ઞાન મેળવી પ્રભુ પૂજા સામાયિક-પ્રતિક્રમણ પિષધ વગેરે ધાર્મિક ક્યિા પ્રેમ પૂર્વક કરતા હતા. મંગળદાસની માતુશ્રીનું નામ રૂખીબાઈ હતું. આમ શ્રદ્ધાળુ અને ગુરુ ભક્ત કુટુંબને લઈ ભાઈશ્રી મંગળદાસ પણ ધાર્મિકજ્ઞાન મેળવવા સાથે ક્રિયામાં પુરે રસ ધરાવતા હતા. રોજ નવકારસીનું પચખાણ કરતા. પ્રભુ પૂજા કર્યા સિવાય બહાર જતા નહી. પદિને પિષધ કરતા હતા.
તેઓએ વિજાપુરમાં મેટ્રીક સુધીની હાઈસ્કૂલ ન હોવાથી પાટણની જૈન બેલ્ડીંગમાં રહીને છ ધોરણ સુધી અને અમદાવાદમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો હતો. પછી વિજાપુર આવી કંઈપણ બંધ કરવાને વિચાર થતાં સને ૧૯૨૧ માં મુંબઈ આવ્યા અને ત્રણેક વર્ષ બાપુભાઈ સરકાર ઝવેરી વગેરેને ત્યાં સરવાસ કરી; પણ નોકરી પસંદ ન હોવાથી કંઈપણ ધંધાને વિચાર કરતા હતા. એક વખત પિતાની
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીસ્સાની ઘડીયાળ બગડવાથી તેને સુધારવા ઇચ્છા થતાં તે ઉપર ચિત્ત લગાડયું. અને રાત્રે ૧૦ થી ૧-૨ વાગતા સુધી ધડીઆલા સુધારવા લાગ્યા–રીપેરીંગનુ શીખી તેમાં કેટલેક અંશે પ્રવિણતા મેળવી, અને ૧૯૨૪ માં ગીરગામ ઉપર દુકાન મેળવીને ધડીયાળે! રીપેર કરવાનું તથા નવી ઘડીઆળા વેચાણ કરવાનું કામ શરૂ કર્યુ.; ૧૯૩૪ માં કાલબાદેવી ઉપર દુકાન કરી, જે હાલ પણ ચાલુ જ છે અને સંવત ૨૦૧૩ ના (નવેમ્બર તા. ૨ ૧૯૫૬) કારતક શુદ-૨ ના દ્વિવસે સ્વર્ગવાસ પામ્યા.
શ્રદ્ધાવાન્ પુરુષનું' મૃત્યુ પણ નોંધવા યોગ્ય રીતે શાંતિપૂર્વક જરા પણ ઉપાધિ વેઠ્યા વિના હાર્ટ ફેઇલથી થયું.
હમેશના નિયમ મુજબ-કારતક શુદ ૨ ને રવિવારે સવારે પોતાના મુકામેથી લુહારચાલના દેવકરણ મેન્સનમાંના આ મંડળના ઉપપ્રમુખ શ્રી ફતેહચંદભાઈ સાથે મહારાજને પુસ્તકા આપવા માટે વાતચીત કરી બારે ત્યાં જવા નિર્ણય કર્યો હતા. દેરાસરે-પ્રભુપૂજા કરવા ગયા હતા, ઘેર આવી નવકારશીનુ પચખ્ખાણુ પાળી દુધ વગેરે લઈને-વાલશ્વરના દેરાસરના દર્શનાર્થે પોતાના પત્ની સાથે નીકળ્યા—કાલબાદેવીના બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહ્યા હતા; ત્યાંથી જતાં કેટલાક મિત્રાને મળ્યા; વાતા કરીને બસમાં બેસી વાલશ્વર ગયા-વચલા દેરાસર ઉતરી દર્શીન કર્યાં અને ચક્કર આવ્યા ગભરામણ થઇ-એટલે ખેસી ગયા. ત્યાં દર્શનાથે આવેલ ભાઇઓમાંથી એકે પાશમાંથી ડાકટરને મેલાવ્યા ને ડાકટરે ઇંજેકશન આપ્યુ અને ક્ષીમાં બેસાડી કાલબાદેવી ડાભેલકરવાડીમાં તેમના ઘેર મુકી ગયા. દાદર ચડી શકે તેમ ન હેાવાથી ખુરશીમાં બેસાડી ઉપર ચડાવ્યા–તેમના ફેમીલી ડેાકટરને ખેલાવતાં તેમને હાટ ઉપર અટેક થયાનું જણાવ્યું અને હરકીશનદાસ હાસ્પીટલમાં લઇ જવા સલાહ આપી ૧૨ વાગે ત્યાં લઇ ગયા; ચેતન જણાયું અને પેાતાના પત્ની તથા મોટા પુત્રને કહે કે ધેર જઈ જમી આવેા. તે ઘેર ગયા હૈાસ્પીટલમાં તેમના નાનાભાઈ ચંદુલાલ રહ્યા હતા; બીછાના ઉપર લઇ ગયા-સુવાક્યા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-: જન્મ :
વિજાપુરઃ– સં. ૧૯૫૯ ના
કારતક તથા ઇ. સ. ૧૯૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અ॰ સા॰ પ્ર૦ મંડળના મંત્રી સ્વ॰ શ્રી મંગળદાસ લલ્લુભાઇ ઘડીઆળી–મુ. મુંબઇ
-: સ્વગ વાસ :–
મુંબઇઃ—સ. ૨૦૧૩ કારતક શુદ ૨ તા. ૨ જી નવેમ્બર ઇ. સ. ૧૯૫૬
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને તુરત જ હાર્ટ બંધ પડ્યું. ડેકટરોએ ખુબ તપાસ્યું. ઉપચાર કર્યા પણ કારગત થયા નહી અને ૧ વાગતાના સુમારે દેહ મુક્ત થયામનુષ્ય ધારે છે શું અને થાય છે શું !
શ્રી-અજ્ઞા–પ્ર. મંડળના તેઓ પેટ્રન હતા અને સંવત ૨૦૦૦ થી ૨૦૧૨ની આખર સુધી માનદ મંત્રી તરીકે ઘણું જ ઉત્તમ સેવા બજાવી છે. તેઓ મુક્ત કાર્યવાહક હતા. મંડળ ઉપરાંત નીચે જણાવેલ સંસ્થાઓ સાથે કમીટીઓમાં રહી મુંગી સેવા આપતા હતા. કોઈક જ મીટીંગ તેમની હાજરી વિનાની હોય. શ્રી ગેડીઝના દેરાસરની વિજયદેવસૂર સંધના સમિતિના પ્રાણ હતા. તે સંસ્થા તરફથી અનેકને જ્ઞાનભંડાર– પુસ્તકાલય ને બીજી સંસ્થાઓ કે ગૃહસ્થોએ પ્રગટ કરેલા પુસ્તકે ઓછી કીંમતે અથવા ભેટ આપવાની પ્રથા તેમણે શરૂ કરી હતી તથા પુસ્તક પ્રગટ કરાવ્યાં હતાં.
આ બે સંસ્થા ઉપરાંત (૩) શ્રી જૈન વેબ કેનફરન્સ (૪) શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ (૫) શ્રી ગોડીજી જૈન ધાર્મિક શિક્ષણ સમિતિ (૬) શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ (૭) સાધાર્મિક સેવા સંધ (૮) ભારતીય જૈન વયસેવક પરિષદ (૯) શ્રી જેન કે. એજ્યુકેશન બેડ (૧૦) શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ (૧૧) મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ (૧૨) શ્રી વલ્લભ સ્મારક સમિતિ (૧૩) શ્રી વિજાપુર વિશા શ્રીમાળી મિત્રમંડળ (૧૪) શ્રી કાંઠા સત્તાવીશ વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ (૧૫) શ્રી વિજાપુર વીશા શ્રીમાળી સતાવીશ જૈન જ્ઞાતિ મંડળ-એમ પંદર સંસ્થાઓમાં તેઓ સક્રિય ભાગ લેતા હતા. ઘણી સંસ્થાઓની કાર્યવાહક સમિતિઓમાં પિત હતા.
જ્ઞાનપ્રિય-કેળવણીપ્રિય હોવાથી આવી જૈન સંસ્થાઓને પિતાની સુકમાઈને અમુક હિસ્સો જુદે રાખીને મદદ કરતા હતા. છુટક રીતે તેમણે આ રીતે પચીસેક હજારનું દાન કરેલ છે; જે લક્ષાધિપતિઓ અને સારી આવક કરતા શ્રીમાન બંધુઓને અનુકરણીય છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળને તેમની ન પુરાય તેવી ખેાટ પડી છે. મ`ડળના પ્રમુખ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના પ્રમુખપણા નીચે સં. ૨૦૧૩ ( કારતક શુદ્ર ૯) તે સમવારે ઉપર જણાવેલ ૧૫ સંસ્થા તરફથી શાકસભા ખેલાવવામાં આવી હતી. તેમના સ્નેહીએ અને તેમની સેવાના જાણનાર ભાઇએથી કાનફરન્સ ઓફીસને હાલ ચીકાર ભરાઇ ગયા હતા; જે અનેક શ્રીમાને માટેની શોકસભાઓમાં થતી હાજરી કરતાં વિશેષ હાવાથી માત્ર શ્રીમાને જ નહી પણ સેવાભાવી–સેયકાની કદર કરવા તરફ જૈન સમાજનું વલણ થયું છે, તે બતાવતા હતા. મજકુર શાક સભામાં પસાર થયેલ દિલગીરીન રાવ સાથે મંડળના મંત્રી તરીકેની સેવા માટે મંડળમાં તાજેતરમાં આંતરજ્યોતિ ભા. ૨ જો ગ્રન્થ પ્રગટ થવાને! હાવાથી તેમના ફેટા સાથે ટુંક જીવન પ્રગટ કરવા ઠરેલું; તે મુજબ આ નાંધ આપી અમેએ ફરજ બજાવવાનું ઉચિત માન્યું છે–અંતે તેઓના આત્માને શાંતિ ઈચ્છવા સાથે આ જન્મના સંસ્કારા પ્રમાણે ભવિષ્યનાં ભવે મનુષ્યપણું પામે–જૈન કુળ મળે અને મેળવેલ જ્ઞાનથી વધારે જ્ઞાન મેળવી આત્મજ્ઞાનને વધારે પ્રચાર થાય તેવું કાર્ય કરે તેમ સ્ત્રી વિરમીએ છીએ.
લી.
મણિલાલ માહનલાલ પાદરા ગૌતમલાલ અમુલખ શાહ
મ`ત્રીઓ.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
યા
crocodaradpaas.300
=
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ ह्रीं श्रीं अर्ह महावीर जिनेश्वराय नमोनमः ॥ ही सद्गुरु आचार्य श्रीबुद्धिसागरजी सूरीश्वराय नमः ॥
आंतरज्योति
विभाग
oct
XXXX
તા.2.nic.inversecureserverનવા
२