________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ-મમતાને નિવાયા વિના નિર્ભય બનતું નથી જ, ભલે પછી રાજા-મહારાજા કે શ્રીમતે કહે કે અમને ભય નથી, પણ તેમનું હૃદય તે ભય અને ચિન્તાઓથી તરફડતું હોય છે, કારણ કે અઢળક સુખથી સમૃદ્ધ તેઓ હય, પણ જ્યાં સુધી માયા મમતાને ત્યાગ કર્યો નથી ત્યાં સુધી પ્રતિકૂળતા અને ભય
અવશ્ય રહેવાના જ; દુન્યવી સુખ સમૃદ્ધિમાં પ્રતિકૂલતા-ભયચિન્તા નિવારવાને સ્વભાવ નથી. અલ્પકાલ ભય ગયે તેમજ પ્રતિકૂલતા નિવારી પણ તેઓને સ્વભાવ એ છે, કે પુનઃ આવીને હાજર થાય જ; તમારે જે નિર્ભય બનવું હોય તે પ્રતિકૂલતાના મૂલ કારણે સમ્યજ્ઞાન દ્વારા તપાસે, કે જેથી ખ્યાલમાં આવશે કે-રાગજન્ય મમતા અને માયા જ દરેક પ્રસંગે માનવીઓને અને અન્ય પ્રાણુઓને ભીતિગ્રસ્ત અને પરિતાપગ્રસ્ત બનાવે છે; આ રીતે તપાસ્યા પછી તેને નિવારવા ઉપાય હરતગત થશે, અને ત્યાગ કરવાની ભાવના જાગશે.
૧૨, અમે સઘળું સમજીએ છીએ. અમે બધું જાણીએ છીએ. તેમજ અમારા જે જગતમાં કેણુ છે? અમે જ કતાં અને સંહત છીએ. અમારી જે કૃપાદ્રષ્ટિ ન હોય તે, જગત જીવી શકે નહી. આવા આવા વિચારોને આધારે કઈ પણ ભણેલા પંડિત કે શ્રીમતે અહંકારી બની વસ્તુઓના સ્વરૂપને સમજવા સમર્થ બની શકતું નથી. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે, સર્વજ્ઞ કેવલજ્ઞાની સિવાય વસ્તુના સ્વરૂપને સંપૂર્ણતયા જાણી શકાતું જ નથી. આ પ્રમાણે વિચારે તે તેમને ગુમાન ક્ષણવારમાં ગળી જાય અને નમ્રતા આવી વસે.
તેને નિયત
For Private And Personal Use Only