________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અ. પ્રમંડળના માનાર્હ મંત્રી સ્વ. શ્રી મંગળદાસ લલ્લુભાઈ ઘડીઆળીને
સંક્ષિપ્ત પરિચય
તેઓનો જન્મ સને ૧૯૦૩ સં. ૧૯૫૯ ના કારતક માસમાં વિજાપુર મધ્યે હતું. કાકા રીખવદાસ વિજાપુરની કોર્ટમાં વકીલનું કામ કરતા હતા. ઠરેલ અને જાણકાર હોવાથી સારા વકીલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. પીતાશ્રી લલ્લુભાઈ અમૂલખ જગાભાઈને ધાર્મિકજ્ઞાન ઉચ્ચા પ્રકારનું હતું. પૂજ્ય શ્રીમદ્ રવિસાગરજી-શ્રી સુખસાગરજી-શ્રી બુદ્ધિસાગરજી મહારાજનો પરિચય વધુ હતો. તત્વજ્ઞાન મેળવી પ્રભુ પૂજા સામાયિક-પ્રતિક્રમણ પિષધ વગેરે ધાર્મિક ક્યિા પ્રેમ પૂર્વક કરતા હતા. મંગળદાસની માતુશ્રીનું નામ રૂખીબાઈ હતું. આમ શ્રદ્ધાળુ અને ગુરુ ભક્ત કુટુંબને લઈ ભાઈશ્રી મંગળદાસ પણ ધાર્મિકજ્ઞાન મેળવવા સાથે ક્રિયામાં પુરે રસ ધરાવતા હતા. રોજ નવકારસીનું પચખાણ કરતા. પ્રભુ પૂજા કર્યા સિવાય બહાર જતા નહી. પદિને પિષધ કરતા હતા.
તેઓએ વિજાપુરમાં મેટ્રીક સુધીની હાઈસ્કૂલ ન હોવાથી પાટણની જૈન બેલ્ડીંગમાં રહીને છ ધોરણ સુધી અને અમદાવાદમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યો હતો. પછી વિજાપુર આવી કંઈપણ બંધ કરવાને વિચાર થતાં સને ૧૯૨૧ માં મુંબઈ આવ્યા અને ત્રણેક વર્ષ બાપુભાઈ સરકાર ઝવેરી વગેરેને ત્યાં સરવાસ કરી; પણ નોકરી પસંદ ન હોવાથી કંઈપણ ધંધાને વિચાર કરતા હતા. એક વખત પિતાની
For Private And Personal Use Only