________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વૈરાગ્યમય અનેક વ્યાવહારિક શીખામણે તથા સૂચનાઓ આપી છે; યોગવિભૂતિ સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ જાણે કે પિતાના સાહિત્ય લેખનના સંસ્કાર બીજોને વારસો એમને આપ્યો હોય અને વિચારપૂત લેખન શિલી વણથંભી વિસ્તારથી પ્રવાહબદ્ધ ચાલુ થઈ હોય–તેમ આપણને અનુમાન કરવા આંતરદશન થાય છે; આ લેખન શેલી તદ્દન સરળ અને સાદી ગુજરાતી ભાષામાં અને અંતઃકરણના ઊંડાણમાંથી નીકળેલ હોઈ સમાજને ઉપકારક બની છે; તેનું મુખ્ય ઉપાદાન કારણ એમના હૃદયમાં રહેલી અને પછીથી આ ગ્રંથના પ્રારંભમાં વ્યક્ત કરેલી શ્રી મહાવીરદેવની અને પૂ. ગુરુદેવની પ્રાર્થનાને આભારી હેય-એમ પણ કેમ ન હોય ! એમનાં લખાણ શિષ્ટ સુપ્રસન્ન અને માનવતાસ્પર્શ છે. મંગળમૂર્તિ પૂ આ શ્રી કીર્તિસાગરસૂરિજીની શેલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે આંતર
જ્યોતિ જગાવી, સાધન, દૃષ્ટાંતો અને આત્મવિકાસની ચાવીઓ આપી સરેરાટ ચાલી જાય છે અને તે પણ ઊંડા આત્મનિરીક્ષણ પૂર્વક; “Spiritual strength is life & weakness is death'– એ સ્વામી વિવેકાનંદના વાયના સત્વને સાર્થક કરે છે; વાચકે ઉભય પ્રાર્થનાઓ કે જે એમણે અર્થરૂપે આત્માની આંતરતિમાંથી પ્રકટાવી છે તે વાંચશે એટલે સ્વયમેવ જણાશે.
પ્રસંગે પાત્ત આંતરતિ દ્વિતીય વિભાગમાં અનેક કંડિકાઓ તેમની છે તેમાંથી માત્ર નવ કંડિકાઓ આપવામાં આવે છે, જેથી વાચકેને તેમના સરળ અને સીધા ઉપદેશની ઝાંખી થશે.
(૧) અરે ભાગ્યશાલીઓ ! જ્યારે પ્રતિકૂલતા આવે અગર વિડબના આવી હાજર થાય ત્યારે નિર્ભય બને અને હૈયે ધારણ કરીને તેને હઠાવો ! હઠાવવાની આત્મશક્તિ તમારામાં છે જ.
(૨) આત્મિક માનસિક અને કાયિક શક્તિની શુદ્ધિ માટે પ્રથમ ઉપાય કઈ સાચો હોય તે બ્રહ્મચર્યનું પાલન છે.
For Private And Personal Use Only