________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) વ્યાવહારિક કાર્યો એવાં હોવાં જોઈએ કે જે નિવૃત્તિના આનંદમાં મીલાવે.
(૪) સર્વોદયની ચાવી પાંચ મહાવો તેમજ ગૃહસ્થધર્મઆર વ્રતનું પાલન કરવામાં સમાયેલી છે.
(૫) કર્મોને લઈને સુખદુઃખ સંગવિગ તો થવાનાં જ; પણ તેવા પ્રસંગે મમતા અને મંઝવણની જાળમાં ન પડવું; તે જ જ્ઞાનની સફળતા છે.
(૬) ભેગેપભોગથી આ લેક અને પરલેક બગડે છે અને ત્યાગથી આ લેક અને પરલેક સુધરે છે. | (૭) દરરોજ અધિકમાં અધિક જરૂર આત્મનિરીક્ષણની છે.
(૮) મનુષ્યભવ પામીને પશુપંખીઓ કરતાં વિશિષ્ટતા જે પ્રાપ્ત કરી નહિ તે મેઘેરા મળેલા મનુષ્ય જીવનની સાર્થકતા શી ?
(૯) આચરેલે અનાચાર, અધર્મ અને અન્યાય, પુણ્યદયે તત્કાલ ફળતો નથી પણ તથા પ્રકારનું પુણ્ય ખતમ થયા પછી અનુક્રમે તેઓના કરનારની મૂળ શક્તિઓને હણું નાંખે છે.
આવી હદયસ્પર્શી ઉપદેશની અનેક કંડિકાઓ દ્વારા ગૃહસ્થને તથા સાધુવર્ગને કર્મયોગ શીખવ્યો છે અનેક સ્થળે આધ્યાત્મિક દૃષ્ટિફલકનું સાધ્યબિંદુ રાખી શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નીતિનું નિદર્શન કરાવ્યું છે; કોઈ કોઈ વાચકોને એકની એક હકીકત અનેક દષ્ટિબિંદુઓથી રજુ થતી હાઈ કલ્પનામય રીતે પિષ્ટપેષણરૂપ લાગશે પરંતુ અનાદિ કાળથી આહાર, ભય, કામ અને પરિગ્રહના કુસંસ્કારમાં પડેલા આત્માએને રામબાણ ઔષધ વારંવાર સેવન કરવું પડે તે જ અનાદિથી ષિાયેલા કુસંસ્કારો રૂ૫ આંતરિક રોગોનું નિવારણ થઈ શકે છે, જેથી પુનરુક્તિ દોષ રહેતો નથી; બને ભાગે પ્રત્યેક વ્યક્તિએ વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપયેગી માની અવશ્ય વાંચી માનવ જન્મ સાર્થક કરવાનો છે; આ એમના આત્મામાંથી નીકળેલ સ્વચ્છ આંતર
For Private And Personal Use Only