________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશ છે તેથી જ આંતરતિ નામ સાર્થક બને છે. હજી તે એમનાં એટલાં વિશાળ લખાણે છે અને વર્તમાનમાં પણ લગે જાય છે તે તપાસતાં–આંતરતિના કદાચ પાંચ મોટા વિભાગ ક્રમે ક્રમે પ્રકાશિત કરવાને મંડળને શુભ અવસર પ્રાપ્ત થાય !
પ્રસંગોપાત્ત કહેવાનું પ્રાપ્ત થાય છે કે શ્રીયુત મંગલદાસ લલ્લુભાઈ (ઘડીઆળી) કે જેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના સૌજન્યમૂતિ, ખાદીધારી અને સેવાભાવી મંત્રી લગભગ દશ વર્ષ થયાં હતાં, તેમનું કારતક સુદ ૨ તેપનમા વર્ષે આકસ્મિક અવસાન થવાથી મંડળે ઉત્તમ કાર્યકર ગુમાવ્યા છે અને તેમના અભાવથી ખેટ પડી છે; તેમને અરણુંજલિરૂપે પ્રસ્તુત પુસ્તકમાં તેમનું સંક્ષિપ્ત જીવન અને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે તે ઉચિત છે; અમે પણ આ પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે એમના અમર આત્માને શાંતિ મળે; સવારે તેઓશ્રી દેરાસરજીમાં અમારી સાથે હતા અને બપોરે એક વાગે નશ્વર દેહ છોડીને ચાલી ગયા; એમને માટે આકસ્મિક બનેલ બનાવ માટે વૈરાગ્યશતકની નીચેની ઉક્તિ આપણ સહુને ચેતવણું આપનારી છે.
जंकल्ले कायव्यं तं अजं चिय करेह तुरमाणा । बहु विग्धो हु मुहुत्तो मा अवरण्डं पंडिखेह ।।
અર્થાત“જે કાલે કરવાનું હોય તે જલ્દી આજે કરો ! મુદ્દત પણ ઘણાં વિનેવાળું છે જેથી બીજા પહેરને પણ વિશ્વાસ કરતા નહિ!.
મૃત્યુમાંથી જીવન અને જીવનમાંથી મૃત્યુ એ ઘટમાળ-પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે પરંતુ મૃત્યુંજ્ય કેમ બનવું અથવા મૃત્યુ ઉપર વિજય કેમ મેળવે એ ચાવી હાથ કરવાની માનવ જીવનમાં આવશ્યકતા છે; તે માટે સમ્રાટુ અશક પછી લગભગ ચારસો વર્ષ પછી અસાધારણ તત્ત્વજ્ઞાની રોમન સમ્રાટુ માર્કસ ઓરેલિયસ થયેલા તેમનાં તથા વર્તમાન અસાધારણ પ્રતિભાશક્તિવાળા ભારતપ્રધાન
For Private And Personal Use Only