SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજાવી શકે છે. અને ભા. ૧માં પુરોવચન લખીને સમજાવ્યું છે તેમ આ બીજા ભાગમાં સમુલાસ” લખીને આ ગ્રંથમાં શું છે? તે વિગતથી સમજાવ્યું છે. એટલે આ ગ્રંથ માટે અને અમને વિશેષ લખતા નથી. પણ સમુલ્લાસ (આમુખ) ધ્યાનપૂર્વક વાંચી પછી ગ્રંથનું સંપૂર્ણ વાંચન કરવા અને આચારમાં ઉતારવા ધ્યાન ખેંચીએ છીએ, - આ. શ્રી. કીતિસાગરસૂરિ પિતાના લખેલા ગ્રંથે માટે તેમજ તેવાં કાર્યો માટે ધનિકે પાસેથી દ્રવ્ય મેળવવા માટેના પ્રયત્ન કરવાનું 'ઉચિત માનતા નથી, પણ તેઓશ્રીના શિષ્યો અને ગુણાનુરાગીઓના પ્રયાસથી દ્રવ્યસહાય મળે છે, તેમ આ ગ્રંથમાં મળી છે. આ બીજા ભાગ માટે પણ રૂ. ૧૪૪૦) મદદ તરીકે મળ્યા છે, જેની વિગત તેઓશ્રીના બે બોલવાળા લખાણમાં આપેલ છે. આ રકમની ૩૦૦) નકલે (આ ગ્રંથની) તેઓશ્રીને અપાશે; જે તેઓશ્રી તેના સહાયકે તથા યોગ્ય વ્યક્તિઓને ભેટ આપશે; તથા મંડળના હાલના સભ્યોની સંખ્યા જોતાં ૨૫૦ નકલ સભ્યોને ભેટ અપાશે. જ્યારે શેષ નકલે વેચાણ માટે રહેશે. હજી ત્રીજે ચોથે વિભાગ પ્રકટ થાય તેટલી લેખ સામગ્રી આચાર્યશ્રી પાસે તૈયાર જણાય છે. ઈચ્છીએ છીએ કે મંડળ તે પ્રકટ કરી શકે અને તેનું વધુ વાંચન થાય તેમ કરવાની દરેક પ્રકારે અનુકૂળતા મેળવે. અધ્યાત્મ જ્ઞાન-ગવિદ્યા-તત્વચિન્તન તથા સાધના જે શૈલીના ગ્ર છે આ મંડળ પ્રકટ કરે છે. તેવા તે તે શેલીના ગ્રંથો પ્રકટ કરનાર પ્રાયઃ અન્ય સંસ્થા નથી. અને એ અર્થે પણ મંડળ સૌના સહકારની -અપેક્ષા રાખે છે. મંડળના દરેક ગ્રંથ વાચકના આત્માને જાગૃત કરનાર છે જેથી વપરનું ભાન થઈ, સ્વકતવ્ય તરફ દેરી જનાર અને શાશ્વત સુખ મેળવવા સહાયક બની એવી ભાવના છે. મુંબઈ ૨ મણિલાલ મો. પાદરાકર ૫૭. કાલબાદેવી રેડ ગૌતમભાઈ એ. શાહ ૨૦૧૩: વસંત પંચમી માનદ મંત્રીઓ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy