________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્મલ બનશે અને અનંત શક્તિને પાદુર્ભાવ થશે, માટે ધર્મક્રિયાઓ કરવાપૂર્વક અહંકાર-માયા મમતાને ત્યાગ કરી આત્માને નિર્મલ કરે. કયાંસુધી વિવિધ વિડંબનાઓમાં સપડાઈ દુઃખી બનશે? જે સાધને જોઈએ તે સઘળા તમને પ્રાપ્ત થયાં છે. માટે હવે પ્રમાદમાં પડી તેને લાભ ગુમાવે નહી. અને છેવટે પસ્તાવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહીં તે માટે બરાબર પ્રયાસ કરે.
૩૩. જ્યારે કઈ લાંબી બીમારી ભેગવીને મરણ પામે છે ત્યારે માણસે કહે છે, કે આ ભાઈ દુખમાંથી મુક્ત થયે-છૂટ્યો, પરંતુ વિચાર કરીએ તે માલુમ પડે છે કે તે બિમાર દુઃખમાંથી મુક્ત થયે નથી પણ મોટા દુઃખમાં-મહાસંકટમાં પડ્યો; કારણકે મરણ પામ્યા બાદ જે તિર્યંચમાં જાય, અગર મનુષ્યગતિમાં જાય, અગર નરકગતિમાં જાય તે તે ગતિમાં દુઃખ-સંકટ હેવાથી દુઃખમાંથી મુક્ત થયે કેમ કહેવાય? દુઃખમાંથી મુક્ત થયે, ત્યારે કહેવાય કે જ્યારે ઘાતી-અઘાતી કર્મોનો સમૂલ નાશ થાય; એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરવાથી દુઃખ મુક્ત કદાપિ થવાતું નથી અને આધિ-વ્યાધિ અને ઉપાધિ કે વિડંબનાઓ ટળતી નથી, જે દુઃખમાંથી છૂટવું હોય તે અહંકાર-મમતાજન્ય રાગ દ્વેષ અને મેહનો ત્યાગ કરવાપૂર્વક આત્મજ્ઞાન મેળવીને ધર્મની સારી રીતે આરાધના કરવા ઉજમાળ થવું. કારણકે ધર્મની આરાધના સિવાય આધ્યાત્મિક-આધિભૌતિક અને આધિદૈવિક દુઃખે ટળતા નથી. જેઓ મુક્ત થયા છે તે દ્રવ્ય અને ભાવથી ધર્મની આરાધના કરીને જ મુક્ત થયા છે, માટે સર્વથા અને
For Private And Personal Use Only