________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓમાં સપડાઈ આત્મઘાત કી બેહાલ દશાને પામે છે, એક અસંયમી ધનાઢ્યની માફક-મુંબાઈ જેવા શહેરમાં કઈ ગામને માણસ, કમાવવા માટે આવ્ય, લાગવગથી તથા અન્ય સાધમી બંધુઓની સહાયથી ધંધો કરવા લાગ્યા અને ધંધામાં–વેપારમાં ફાવટ આવવાથી પૈસાદાર બનવા લાગ્યા, ધનાદિકને પ્રાપ્ત કરી ધનાઢ્ય બન્યા પણ ધર્મને ભૂલ્ય, ધન માટે વિવિધ પ્રયાસ કરતે પણ સંયમ ધર્મ વિસરતે; તેથી ધનની સાથે ધાંધલ પણ થવા લાગી. ચિંતાઓ આવી બગાઈની માફક વળગી પણ કેઈ સંયમની આરાધનાની બીના કહે ત્યારે ભડકણુ ભેંસની માફક ભડકીને નાશી જતે. ધનાદિકમાં જ સ્વહિત સુખશાંતિની માન્યતા ધરાવનારને ધર્મની રુચિ પણ કયાંથી થાય ? ધંધાની ધમાલમાં કઈ વખતે લાભ થતો અને કઈ વખતે ગુમાવવાને પણ પ્રસંગ આવે. આ ક્ષણભંગુર લાભ મળે ત્યારે મકલાતે કે મારા જે સુખી કેશુ છે? પણ ખુમારીને ખસતાં વાર લાગતી નથી. જ્યારે ગેરલાભ થાય ત્યારે મરવાને પણ વિચાર આવતે. સંયમની આરાધના વિના આવા મરવાના વિચાર આવે તેમાં નવાઈ નથી, કારણ કે દુન્યવી લાભ મળે ત્યારે જ અમે સારી રીતે જીવી શકીએ, નહીતર મરેલા. જે સંયમની આરાધના હોય તે આવા આત્મઘાતક વિચારોને આવવાને અવકાશ મળે કયાંથી? આ ભાઈને સટ્ટામાં મહા હાનિ-ઓટ આવી ત્યારે આબરૂની ભીતિએ, ધર્મને અને કર્મને વિચાર કર્યા સિવાય કુવામાં પડી આત્મઘાત કર્યો. ન રહ્યો ઘરને અને ન રહ્યો ઘાટને-આવી સ્થિતિને પામે.
For Private And Personal Use Only