________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી મણિલાલ પાદરાકરને, તેમજ ઉપાદાન કારણ તરીકે, આંતરજ્યોતિ વિ. ૨ ના પ્રવાહબદ્ધ લેખક પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગર રિઝને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ; ગૃહસ્થાવસ્થામાં રચીપચી રહેલા અમે આવા સંવેદનશીલ ઉત્તમ ગ્રંથને શું ન્યાય આપી શકીએ? છતાં ઈચ્છીએ છીએ કે પ્રસ્તુત મંગલમય પુસ્તકને વાચનથી અમે અને વાચકે આમિક ગુણેને વિકાસ સાધીએ, સાર ગ્રહણ કરી પૂર્વકાળના કર્મોને દૂર કરવા પુરુષાર્થ પરાયણ બનીએ, આ અમૂલ્ય માનવ જન્મમાં મુકિતમાર્ગની તૈયારી કરી લઈ યથાશક્તિ જીવન સાર્થક કરીએ અને સમસ્ત જીવરાશિની ક્ષમાપના કરી મિથ્યાદુષ્કૃત ઈ આંતરજાતિને જાગૃત કરી સમુદ્ધાસ પ્રાપ્ત કરીએ–એ અંતિમ અભિલાષા સાથે આંતરજ્યોતિના સ્વરૂપને વ્યક્ત કરનાર નીચે મંગલમય શ્લેક સાદર કરી વિરમીએ છીએ. तज्जयति परं ज्योति : समं समस्तैरनंत पर्यायैः।। दर्पणतलइव सकला प्रतिफलति पदार्थमालिकायत्र ॥
આરસીના પૃષ્ઠભાગની માફક, અતીત અનાગત અને વર્તમાનકાલના સમસ્ત પર્યાયે સહિત, સકલ પદાર્થોને સમૂહ, જે આંતરતિમાં પ્રતિબિંબિત થાય છે–તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચૈતન્યજતિ જયવંત રહે !”
પુરુષાર્થ સિદ્ધિઉપાયશ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ મુંબઈ , સં. ૨૦૧૩,
ફતેહચંદ ઝવેરભાઈ કાર્તિક સુદી પૂર્ણિમા તા.૧૮-૧૦-૧૯૫૬ રવિવાર. ).
For Private And Personal Use Only