________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્થ થતા નથી, તે જ માનસિક વૃત્તિઓ આત્મક્ષેત્ર જે પિતાનું છે તેમાં રમણુતા કરીને અનુભવ લે, ત્યારે જ કંટાળો દૂર ખસે અને સ્થિર થાય માટે મનની વૃત્તિઓ જે બહાર ભટકી રહી છે તેને પાછી વાળી આત્મક્ષેત્રમાં રમણતા કરાવે. પોતાના ક્ષેત્રને ત્યાગ કરીને અન્ય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતી પિતાની ગાય કે ભેંસ વિવિધ પ્રકારને માર ખાઈને પાછી હઠે છે અને જ્યારે પિતાના ક્ષેત્રમાં આવે ત્યારે જ તેને શાંતિ મળે છે તેમ છેવટે સ્વક્ષેત્રમાં આવ્યા સિવાય કદાપિ સત્ય શાંતિ મળવાની નથી; માટે સ્વક્ષેત્રને ભૂલ નહીં. જે સ્વક્ષેત્રને ભૂલી બહાર વિશ્વના ક્ષેત્રમાં પરિભ્રમણ કરશે તે જરૂર પાછા પડવાના, માર પડવાને; અને કંટાળો આવવાને. સમ્યજ્ઞાનીઓ તે પિતાના આત્મક્ષેત્રને કદાપિ ભૂલતા નથી. તેમાં જ રમણતા કરીને અનહદ આનંદને લ્હાવે લે છે.
૮. મનુષ્યભવ, આર્યક્ષેત્ર અને ઉત્તમ નિમિત્તો પામીને જે મનુષ્ય સ્વક્ષેત્રને ભૂલે છે તે માણસે અન્ય ક્ષેત્રમાં ભમતા હેવાથી અકથ્ય યાતનાઓને સહન કરે છે. જ્યારે પાછા હઠીને સ્વક્ષેત્રમાં આવે છે ત્યારે જ તેઓની વૃત્તિઓ શાંત થાય છે.
૮ સાંસારિક અખૂટ વૈભવમાં જે સુખશાંતિ નથી તે સુખશાંતિ અહિંસા, સંયમ અને તપની આરાધનામાં રહેલી છે; જેટલે અંશે અહિંસાદિકની આરાધના, તેટલા અંશે સત્ય સુખશાંતિ સાક્ષાત્કાર થવાની જ. અખુટ વૈભવમાં વિશ્વાસ ધારણ કરીને જે માનવીએ ચારિત્રધર્મની આરાધના રીતસર કરતા નથી, તેઓ તે વૈભવથી ઠગાય છે. વૈભવની આસક્તિ
વૈભવથી
આરાધના રીતસર
For Private And Personal Use Only