________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી તથા તે સંજ્ઞાઓના ત્યાગના અભાવે ચાર ગતિમાં પરિ શમણુના યોગે અસહ્ય યાતનાઓને ભોગવી બેહાલ દશામાં આવી કસાય છે માટે ચાર સંજ્ઞાઓને ત્યાગ કરે તે મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. જે ભાગ્યશાળીએ ચાર સંજ્ઞાઓને ત્યાગ કરેલ છે અથવા ત્યાગ કરવા પ્રયાસ કરી રહેલ છે, તે જ મહાશયને સુખ-સમૃદ્ધિ અને સામર્થ્ય સ્વયમેવ આવીને ભેટે છે અને સદા પાસે ને પાસે હાજર રહે છે. દુર્ગશે તે આપોઆપ ભાગી જાય છે અને સાચા સુખને ક્ષણે ક્ષણે અનુભવ આવ્યા કરે છે, ત્યારે તે સંજ્ઞાઓમાં ફસાઈ પડેલાને એવો ક્ષણ જતું નથી કે જેમાં સાચા સુખને લવલેશ પણ હાય માટે સાચા સુખના અભિલાષી જનેએ, આહારાદિક સંજ્ઞાઓને વશ કરવા બરાબર પ્રયાસ કરવાની આવશ્યક્તા છે, આ સિવાય દુન્યવી સત્તા, સાહ્યબી કે સંપત્તિ હશે તે પણ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળશે નહીં અને ધાર્યા પ્રમાણે વિડંબનાએ ખસશે પણ નહીં.
૧૮, શરીર-પુત્ર પરિવારાદિકની સંભાળ રાખવા વિવિધ ચિન્તા કરી તથા પ્રયાસો કર્યો, અને તે પ્રયાસને કતાં પાપને પણ વિચાર કર્યો નહી; આ પ્રમાણે પાપારને કરી કાયા-માયા–શરીરાદિને પોષી, હવે શરીરમાં રહેલ આત્માની સંભાળ ક્યારે રાખશે? અનાદિકાલથી માયા–મમતા અને અહંકારાદિકથી તિરભાવે રહેલી આત્મસત્તાને પ્રાદુર્ભાવ જ્યારે કરશે? શરીર પુત્રાદિક, વિપત્તિ વેલા નરમ પડશે; અગર ખસી જશે; આવી પડેલા સંકટમાં ભાગ પડાવશે નહીં. જે. આત્માની સત્તાને-શક્તિને આવિર્ભાવ થયો હશે તે તે જ શક્તિ વિપત્તિ-વેદનાને દૂર ખસેડશે; વૈર્ય–સહનતા-સમતાને
For Private And Personal Use Only