________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી તેઓને પરાજય કરે. કારણ, વિષય અને કષાયના વિકારોએ તમેને તથા વિશ્વને ભ્રમણમાં ફસાવેલ હોવાથી આત્મિક શક્તિ-આત્મજ્ઞાન-આત્મ રમણુતામાં તમને પ્રેમ લાગતું નથી; અને તે વિકારોના વેગમાં અકર્તવ્ય ને કર્તવ્ય માની બેઠા છે. અશ્રાવ્ય ને શ્રાવ્ય માન્યું, અપેય ને પેય, અને અખાદ્ય ને ખાદ્ય માની તેમજ આસકિતને ધારણ કરી છે, માટે તે વિકાતેને બરાબર ઓળખી દૂર કરવા પ્રયાસ કરે અને તેઓના ઉપર વિજય મેળવી સ્વ સત્તાને સ્વાધીન કરો, વિશ્વના પ્રાણીઓ ઉપર વિજયને પ્રાપ્ત કરવાથી, વિષય કક્ષાના વિકારો ઉપર વિજ્ય, કદાપિ મેળવાશે નહી, અને દમન કરતા તથા દબાતાલુંટાતા જીવન પસાર કરવું પડશે.
૩૫ માણસે, પિતાના તાબા વિનાની વસ્તુઓ ઉપર કાયમના સુખને આધાર રાખી અનહદ ચિન્તાએ પૂર્વક પ્રયાસ કરે છે. પ્રયાસે કરતાં જ્યારે ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થાય છે ત્યારે એવી માન્યતા ધરાવે છે કે, આ મળેલી વસ્તુઓ કાયમ રહેશે અને સુખની ઈરછા સઘળી પૂર્ણ થશે, સંકટને આવવાને અવકાશ મળશે નહીં. પરંતુ જ્યારે એવા એવા પ્રસંગની આંટીઘુંટી આવતાં તે ઈષ્ટ વસ્તુઓને વિયેગ થાય છે, ત્યારે ધારણ કરેલી સુખની અભિલાષાઓ નષ્ટ પામતાં વિવિધ વિલાપ કર્યા કરે છે, પણ સમજવું જોઈએ કે, પિતાના તાબાની વસ્તુઓ પર–સ્વાધીન વરતુઓ પર–વિશ્વાસ રાખી સુખ માટે પ્રયાસ કર્યા હોત તે વિલાપ અને પરિતાપ કરવાને વખત આવત નહીં પરંતુ સ્વાધીનતા વિનાની વસ્તુઓ પર સુખને વિશ્વાસ રાખીને પ્રયત્ન કર્યા, તે પછી પરિતાપ વિગેરે થાય તેમાં શી
For Private And Personal Use Only