________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
सत्येनोत्पद्यते धर्मों, दयादाने न वर्धते, क्षमया च स्थाप्यते धर्मः क्रोधलोभाद्विनश्यति ॥
૩૭ દાન સુપાત્રે દેવાથી ઉત્તમ ભેગા મળે છે, અને પ્રભુ પૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરવાથી ઈન્દ્રપણુ મળે, પરંતુ જો તેમાં જ્ઞાનની સાથે તપસ્યા કરવામાં આવે તે સંવર નિર્જરા થાય છે, અને માક્ષના અનંત સુખ મળે છે, માટે દયાદાન-પૂજા વિગેરે ધાર્મિક કાર્યો કરનારે તપસ્યા કરવી
જોઇએ. ચાર પ્રકારના ધર્મની આરાધના કરનાર ભાગ્યશાલીએ મિથ્યાત્વના ત્યાગ કરી સત્યની આરાધના શ્રદ્ધા સહિત કરવી તે શ્રેયસ્કર છે. દાન દેવાથી લક્ષ્મીની મમતા ઘટે છે. અર્હ કાર ઘટવાથી દયાની વૃદ્ધિ થાય છે. તથા શીયળ-બ્રહ્મચર્યનું પાલન કરવાથી પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિએ કબજામાં આવે છે, શારીરિક શક્તિ વધે છે અને તે શારીરિક શકિત, આત્મિક ખળને વધારવામાં ઘણુંા સહકાર આપે છે. શારીરિક તથા આત્મિક બળવાળા મહાશયેા ક્ષમાને ધારણ કરવામાં સમર્થ બને છે. તપસ્યા કરવાથી શીયલનું સારી રીતે રક્ષણ થાય છે અને અસાધ્ય કાર્ય સાધ્ય અને છે. તન-મન-અને વચન ને વિકાર ટળતા રહે છે અને સત્ય ધર્મની પ્રતિષ્ઠા થતાં કામ-ક્રોધ-લાભ અહંકારાદિક ખસવા માંડે છે. આ સિવાય કામાદિકના વિકાર ટળતા નથી અને શાંતિ મળતી નથી. દયા-દાન-પૂજન બ્રહ્મચ તપાદિકનું રક્ષણ કરવા માટે અને તેઓની દ્રઢતા માટે મૈત્રી-પ્રમેદાર્દિક ભાવનાએ તથા અનિત્યાદ્રિક બાર ભાવનાએ ભાવવી જોઈએ. ભાવના સિવાય કરેલ ક્રિયાનું રક્ષણ થતુ નથી તેમ દ્રઢતા થતી નથી માટે જ ભાવના તે પણ ધર્મ બતાવેલ છે.
For Private And Personal Use Only