________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થ લેખકના બે બેલ
સંસારમાં રહેલા માનવગણને વ્યાવહારિક કાર્યો કરતાં વિવિધ વિને ઉપસ્થિત થાય છે આવેલા વિનિને તથા તજ્જન્ય વિડંબનાઓને વિફલ કરવાની દરેક સુખના અર્થીઓને દરરોજ ચિન્તાઓ અને વલે પાતાદિ થયા કરે છે; ચિન્તા વગેરેને ટાળવા માટે અમે સમ્યમ્ જ્ઞાનીઓના કથન પ્રમાણે અને સદ્દગુરુની કૃપાવડે શ્રી આન્સર જ્યોતિના પ્રથમ ભાગમાં શક્યશક્તિ વાપરેલી છે-એટલે યથાશક્તિ પ્રયાસ કરે છે; શુભ કાર્યમાં શક્ય પ્રયત્ન કરે તેમ જ્ઞાનીઓ ફરમાવે છે. આ કથન મુજબ પુનઃ શ્રી આન્તર
જ્યોતિને દ્વિતીય ભાગ રચવામાં આવ્યું. આ ભાગમાં પણ સદુપદેશની સાથે કેટલેક સ્થળે વ્યાવહારિક કાર્યોની આંટીઘૂંટીને ઉકેલવા ચાલુ દૃષ્ટાંત મૂકવામાં આવેલાં છે, તથા ધાર્મિક કાર્યોની સમજણની બીના પણ લખવામાં આવી છે; સદુપદેશની સાથે કથાઓ રહેલી હોય તે ભાગ્યશાલીઓને વધારે પસંદ પડે છે–આમ ધારી પ્રથમ તત્વજ્ઞાનીઓ કથાઓને પણ પસંદ કરે છે–આ મુજબ પ્રથમ સદુપદેશ અને તેની સમીપે તે સદુપદેશની સંબંધવાળી કથાઓ મુકી છે એટલે આ બીજો ભાગ-અધિક રૂચિકર થાય, એ આશા છે. તત્વજ્ઞાનની સાથે કથાઓ વાંચવાથી કે શ્રવણ કરવાથી શુભ સંસ્કાર પડવાથી અશુભ વિચારઉચ્ચાર અને આચાર ખસવા માંડે છે; માટે નિરન્તર કલ્યાણકામી સજજનેએ શ્રી આન્સર જ્યોતિને પ્રથમ ભાગ તથા બીજો ભાગ વાંચવા માટે બે ઘડી પણ કાઢવી, કે જેથી શુભ વિચારાદિના યોગે સંસારમાં સાર મળી શકે. આધિ-વ્યાધિ અને ઉપાધિનું જોર ચાલે નહી અને અનુક્રમે ખસવા માંડે. આ સિવાય એટલે સદુપદેશ સિવાય અનાદિકાલીન હૈયામાં જે મમતા રહેલી છે અને તેના વેગે જે આત્મા મલિન થએલ છે તે શુદ્ધ થશે જ નહી. નોવેલ વાંચવામાં જે રસ રહેલ છે, તે રસ, આ ગ્રન્થમાં રાખશો તો તત્કાલ મેહ-મમતાની જે મલિનતા થએલી છે તે દૂર ખસશે અને તે દૂર ખસતાં સાચા સુખનો સ્વાદ આવશે.
For Private And Personal Use Only