________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેસી રહે છે, એક ભાઇને મશ્કરી કરવાની કુટેવ પડી હતી. જેકે તે વ્યાવહારિક કાર્યોમાં તેમજ બોલવામાં કુશળ પિતાને માન, તથા પૈસાદાર અને શેખીન હતું. તેની પત્ની રંગે શ્યામ હતી પણ બુદ્ધિમતી અને ઘરના કામમાં પ્રવીણ હતી છતાં ભાઇને આ સ્ત્રી ગમતી નહી. અને મનમાં વિચાર કરતા કે, જે આ બાયડી મરી જાય તે બીજી રૂડી રૂપાળી પરણું. આવા વિચારના ચુંગે મશ્કરી કરવાની ઈચ્છા થઈ અને પોતાની આને કહેવા લાગ્યો કે, અરે ! આજ રાત્રીમાં મને એવું સ્વપ્ન આવ્યું કે, હું રાંડ્યો, આ સાંભળી તેની સ્ત્રી બેલી કે તમે શા માટે રડે? હું રડું. આ પ્રમાણે ભાઈ તે સાંભળી જેમ તેમ બકવા લાગ્યા. રાંડ? મને મરણ પામેલ ઈચ્છે છે અને મારી મશ્કરી કરે છે? ત્યારે બાયડી બોલી તમે મને મરણ ઇચ્છે છે? એટલે ભાઈ શાંત બન્યા.
૧૬. જે તમારું છે તેને સાચવે અને તેમાં વધારે કરે. પાંચ ઇન્દ્રિયેના વિષયમાં વેડફી નાખે નહીં. સંગે મળેલ વરતુઓને તમારી માનતા નહીં, માનશે તે પરિણામે પરિતાપ થશે. તમેએ સંગે મળેલ વસ્તુઓને પોતાની માનેલ હેવાથી અનંત વાર ઠગાયા છે કારણ કે નજરે દેખતાં તમારી પાસેથી તે ખસી ગએલ છે ખરી વખતે જેને ખપ હવે તે ખસી ગએલ હોવાથી સાચું સુખને આધાર મળે નહીં, માટે તમારી પોતાની સાચી વસ્તુઓ કઈ છે તેને ઓળખી–મેળવીને તેઓનું રક્ષણ કરે અને વધારો કરે. સત્ય અને સદાય સાથે રહેનાર આત્મિક ગુણો જેવાં કે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. જે આ ગુણે ક્ષાયિક ભાવે મળશે તે કદાપિ ખસી
For Private And Personal Use Only