________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુન્યવી શસ્ત્રાદિકની વિદ્યાથી જે લાભ મળે તે ક્ષણિક હર્ષને આપે છે તે હર્ષ કાયમ રહેતું નથી–અને તમારે તે નિરન્તર જીવનપર્યત આનંદ જોઈએ છીએ. જીવનપર્યત આનંદ અર્પણ કરવાની દુન્યવી વિદ્યાઓમાં તાકાત નથી, જે તાકાત હેત તે વ્યાપારની વિદ્યા-શસ્ત્રાદિકની વિદ્યા દ્વારા તમને જે ચિન્તાએ વારેવારે સતાવી રહી છે, તપાવી રહી છે. અને આત્મસાધનમાં વિશ્નોને ઉપસ્થિત કરી રહેલ છે તે દૂર ભાગત; પણ તમે સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી પ્રવીણ બન્યા, પણ આનંદ તમારે જોઈએ છીએ, તે દૂર ભાગતે જાય છે. બાલકપણું તે રમતગમ્મતમાં ગુમાવ્યું-યુવાવસ્થામાં વિદ્યા-જ્ઞાન-કલા મેળવી, તે કેવી કે, કેઈબી રીતે પેટ-પટારે-કપાટ ભરવાનીઅને વિષયસુખ સારી રીતે ભેળવાય, તથા જગતમાં પ્રસિદ્ધ થવા માટે બહારને દેખાવ કરવાની; તે પછી વૃદ્ધાવસ્થામાં જે સુખશાંતિ જોઈએ તે ક્યાંથી આવીને મળે ? માટે વિદ્યા એવી ભાણે કે, વૃદ્ધાવસ્થામાં ચિન્તા પરિતાપારિક રહે નહી અને આશા-તૃષ્ણના આવિભ. ખસતા રહે અને ધર્મસાધનમાં આગળ વધાય. એક શેઠે વ્યાપાર વિગેરેની કેળવણીને પ્રાપ્ત કરવાપૂર્વક ન્યાય નીતિને ધારણ કરીને ઘણું ધન, મેળવ્યું અને માનતા હતા કે આ ધનના આધારે ચિન્તા-શેક વિગેરે દૂર ભાગશે, પણ જેમ જેમ ધનાદિ વધતું રહ્યું તેમ તેમ તે ધનાદિકનું રક્ષણ કરવાની ચિન્તા વધવા લાગી-વેપારે કઈ વખતે ખોટ આવતી ત્યારે શેક પરિતાપાદિકને પાર રહેતા નહી. પ્રથમની માફક સુખશાંતિને અનુભવ નહી હેવાથી ગમગીને રહેવા લાગ્યા.
આત્મિકગુણે સિવાય-અને તે સદ્ગુણેના સાધન વિના
For Private And Personal Use Only