Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧૮] થયો છે તેમાં શાસ્ત્રકાર ભગવંતે ત્રણે ય પ્રથાને સમન્વય સાધ્યો છે, પરંતુ મંત્રાત્મક દેવતાવાદને જ તેમના સમર્થનથી મુખ્યતા આપવામાં આવી છે.
ધાતા સમક્ષ દયેય વસ્તુ સ્વરૂપે સાક્ષાત વિદ્યમાન ન હોય, પરંતુ તેને તેની બે રૂપે ઉપલબ્ધિ હોય છે. તેથી ચેયના વાચક પવિત્ર પદની મુખ્યતાવાળા આલંબન દ્વારા ધ્યેય સાથે ઐક્ય સાધીને પદસ્થ ધ્યાન સિદ્ધ કરવું તે આ મંત્રાત્મક દેવતાવાદની પ્રથા છે. આ પ્રથામાં શબ્દશક્તિ અને પુરુષશક્તિવાળું આરાધકનું સમાલંબન કૃત્યકારી હોય છે.
મંત્રશાસ્ત્રોમાં મંત્રાત્મક દેવતાવાદના નૈઋયિક સ્વરૂપનું વર્ણન આ રીતે મળે છે.
પદ બે પ્રકારના છે–શૂલ અને સૂફમ. પદ પિતાની સ્કૂલ અવસ્થામાંથી નીકળીને જયારે સૂકમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જ દેવતા સ્વરૂપ બની જાય છે.
સઘળી ઈન્દ્રિયો અને પ્રાણવૃત્તિઓને ખેંચી લઈને મનને એકાગ્ર કરીને હૃદય ગુફામાં પ્રવેશવું-ઉડે ઉડે પ્રવેશવું અને ત્યાં મંત્રાત્મક દેવતાને સાક્ષાત્કાર કર-એ તેને આમ્નાય જણાય છે.
પદની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ-શુદ્ધજ્ઞાન ક્રિયા રૂપ-છે. વિમર્શનું તાવિક સ્વરૂપ નિર્વિકલપ જ્ઞાન છે. આવા વિમર્શને જ તારિક મંત્ર દેવતા એટલે કે “મંત્રમયી દેવતા” અથવા પદમયી દેવતા” કહેવામાં આવે છે. આ તાવિક વિમર્શ પશ્યન્તી વાણુરૂપ હોવાથી તે વાણુને પદમયી દેવતા કહેવામાં આવે છે.
પદસ્થ ધ્યાનમાં પ્રથમ સ્થલ પદ એટલે કે વિખરી અવસ્થાગત પદનું અથવા મધ્યમાવસ્થાગત પદનું આલંબન લઈને પછી સૂક્ષમપદ એટલે કે પયંતી અને પરા અવસ્થાગત પદનું આલંબન લેવાનું હોય છે.
મંત્રાત્મક દેવતાવાદની પ્રથામાં કે દેવ કે દેવીના અનુગ્રહની યાચના નથી. તેથી તેમને પ્રસન્ન કરવા માટે કઈ બલિ કે યજ્ઞને નિર્દેશ હેતે નથી.
આ ઉપરથી સમજાશે કે ઉવસગહર સ્તોત્રની પ્રથમ ગાથા એ પ્રવેશદ્વારનું કાર્ય કરે તેવી છે અને તે તેત્રના રહસ્યને ઉદ્દઘાટન માટે પ્રવેશમુખરૂપ હોવાથી અર્થી ભિગમનને ઉપાય પણ દર્શાવે છે.
* શબ્દશક્તિ એ મંત્રશક્તિ છે અને તે જ પદમયી અથવા મંત્રમયી દેવતા છે. તે નિષ્કલ અને નિવિક૯૫. અનિર્વચનીય તેજેરૂ૫ હોય છે. મંત્ર જ્યારે સકલ અવસ્થામાંથી પસાર થઈ નિકલ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેને જ નિશ્ચયથી દેવતા કહેવામાં આવે છે.
પ્રાણશક્તિની સહાયથી શુદ્ધ થયેલ મંત્રશક્તિ સુષણરૂપ મધ્યમાગને આશ્રય લઈ ક્રમશઃ ઉર્વગમન કરે છે,
૧ પુરુષશક્તિ એ મુદા, મંડલ વગેરે છે અને તે બાહ્ય પરિકર કહેવાય છે. નાદ, બિંદુ, કલા, વગેરે આત્યંતર પરિકર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org