________________
આવા મહાપુરૂષના રચિત ગ્રંથનું ભાષાંતર, સ્વપર કલ્યાણકારક જ્ઞાનનું આદાન-પ્રદાન કરવું એ સંયમ જીવનનું લક્ષ્ય છે. એ લક્ષ્ય ને જાણે સિધ્ધ કરવા જ તપસ્વિ મુ.શ્રી કલ્પયશવિજયજી એ આવા મહાનગ્રંથનું ગુર્જર ભાષાંતર કરી લોકોપયોગી બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. તદુપરાંત હીર સૌભાગ્યનું ગુર્જર કાવ્ય (અપ્રગટ), વીતરાગ સ્તોત્રનું અર્થ સહિત કાવ્ય, ષોડ્વકનો ગુર્જરાનુવાદ, ભક્તામર, કલ્યાણમંદિર, ચિંતામણી પાર્શ્વનાથ, સ્તોત્ર, સકલાર્હત, રત્નાકર પચ્ચીશી આદિને સુંદર ગુર્જર સ્તુતિ રૂપે ગુંથેલ છે. વળી સંસ્કૃત જિનસ્તુતિ, ગુર્જર ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ આદિની પણ રસમધુર રચનાઓ કરેલ છે.
“સ્વાધ્યાય સમો તવો નસ્થિ” સ્વાધ્યાય એ મહાન તપ છે. આ ગ્રંથનો સ્વાધ્યાય સરળતાથી બધા જ કરી શકે તદર્થે અપ્રમત્તભાવથી મુનિ શ્રી કલ્પયશવિજયજીએ ગ્રંથનું ભાષાંતર કરવા અથાગ પ્રયત્નો દ્વારા પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી છે. સતત વર્ધમાનતપની આરાધના સાથે જ્ઞાનોપાસનામાં અનવરત પ્રયત્નશીલ મુ.શ્રી કલ્પયશવિ. એ સ્વપરિશ્રમ ને સફળ કર્યો છે. પઠન-પાઠન કરનાર કરાવનાર પણ એમની મહેનત ને જરૂ૨ સફળ કરશે જ...
પ્રભુભક્તિ વિષયક અનેક સ્તવન સ્તુતિ અને સ્તોત્રોની રચના દ્વારા પોતાની કવિત્વ શક્તિનો પણ સદુપયોગ કર્યો છે. તદ્વિષયક અનેક પુસ્તિકાઓનું પ્રકાશન પણ કર્યું છે. આમ પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની ઉપાસના દ્વારા સંયમજીવનને સુશોભિત કરનાર મુ.શ્રી કલ્પયશવિજયજી નો પ્રયત્ન અતીવ અનુમોદનીય છે.
વિદ્વત્ન પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિ મ.સા. એ પણ પોતાનો કિંમતી સમય આપી આવા ગ્રંથનું સંશોધન કરવા દ્વારા શ્રુતોપાસનામાં પોતાની અનુપમ ભક્તિ દાખવી છે તે સ્મરણીય છે. પ્રાંતે ગ્રંથના પઠનપાઠન દ્વારા જ્ઞાનાવરણીયનો ક્ષય કરી ભવ્યાત્માઓ સર્વજ્ઞતા ને શીઘ્ર પ્રાપ્ત કરો એ જ શુભકામના...
5