________________
જૈન સાધુઓને જૈનેતર વિદ્વાને તે ઠીક પણ જૈનેતર વિદ્વાન એ. એસ. ગોપાણું પણ જણાવે છે કે “આચાર્ય શ્રી શાબ્દિક ડેળ વિના તેમ જ શબ્દની કરકસરથી ( પ્રસ્તુત ગ્રંથમાં) સત્યને રજુ કરે છે.” અને ગ્રંથની ઉપયોગિતાને જેતા તે એ તેને (ગ્રંથની ઉપયોગિતાને) સવજ્ઞાનસંગ્રહ તરીકે બીરદાવે છે. ઘણા વિદ્વાને હજી પણ તેવાં વર્ણન કરતાં તૃપ્ત થતા નથી.
તત્ત્વાર્થનું અધ્યયન કરાવતાં આ ગ્રંથને પરિશિષ્ટ તરીકે આજિત કરી અભ્યાસક્રમમાં પણ નિયુક્ત કરવા જેવું છે.
પ્રસ્તુત ભાષાંતર અને ભાષાંતરકાર આ મૂળ ગ્રંથની પ્રસ્તાવના નથી તેથી ગ્રંથ વિષે વધુ વિસ્તારથી વર્ણન કરેલ નથી. પણ કેટલીક આવશ્યક દિશાસૂચન જ કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત તવ ન્યાય વિભાકર ગ્રંથનું ભાષાંતર આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ભાષાંતરકર્તાએ લલિત વિસ્તરા જેવા ગ્રંથનું ભાષાંતર કરીને વિદ્વાન જગને પિતાની વિદ્વત્તાનો પરિચય સારી રીતે કરાવેલી જ છે. તેથી તે બાબતમાં વધુ કશું કહેવાની જરૂર રહેતી નથી.
પ્રસ્તુત મૂળ ગ્રંથની સાથે તેમને બીજા કેઈ પણ કરતાં નિકટતમ સંબંધ છે. | મૂળ ગ્રંથના અંતે તેમણે સંસ્કૃતમાં પદ્ય પ્રમાણે બનાવેલી પ્રશસ્તિ ઘણું સન્માન પામેલ છે. તેમ જ ગ્રંથરૂપ પ્રાસાદ ઉપર શિખર સમી શોભી રહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org