________________
૧૦૮
पितवृत्तित्वैकगुणिगुणत्वैकाधिकरणवृत्तित्वै कसम्बन्धप्रतियोगिस्वैकोपकारकत्वैकदेशावच्छिन्नवृत्तित्वैकसंसर्गपतियोगित्वैकशब्दवाच्यत्वधमैरस्तित्वेनाभिन्ना अनेके ये धर्मास्तदात्मकपदार्थबोधजनकत्वमपीति ॥ १९ ॥
અર્થ – એક પ્રથમભંગમાં આઠ પ્રયાજકેની ઘટના–તે આ પ્રમાણે= સ્યાદ્ અત્યંવ ઘટઃ” “નાના ધર્મવિશિષ્ટ ઘડે છે જ” ઈત્યાદિ વાક્યમાં અસ્તિત્વ આદિરૂપ એકધર્મવિષયક બેધજનકત્વ જેમ છે તેમ અર્થાત ઘટરૂપ ધમીમાં જેમ અસ્તિત્વનામક એકધર્મ છે તેમ.
(૧) કાલ વિ.ની અપેક્ષાએ અભેદવૃત્તિથી અનેક ધર્મો વર્તે છે તેની ઘટના કરે છે કે, જે કાલમાં જે ઘટાદિમાં, અસ્તિત્વધર્મ છે તે કાલમાં તે ઘટાદિમાં અનંત પણ ધર્મો રહે છે માટે અસ્તિત્વની સાથે શેષધર્મોનું એક કાલાવચ્છિન્ન એક અધિકરણવૃત્તિત્વ વતે છે આ અપેક્ષાએ અસ્તિત્વની સાથે શેષ અનંત ધર્મોને કાલની અપેક્ષાએ અભેદ છે.
(૨) જેમ અસ્તિત્વ, ઘટરૂપ ગુણિને ગુણ છે. તેથી અસ્તિત્વનું સ્વરૂપ ઘટગુણત્વ છે તેમ ઘટરૂપગુણિમાં રહેલ સકલ શેષ ધર્મોનું સ્વરૂપ, એકગુણિગુણત્વ છે તેથી અસ્તિત્વની સાથે સ્વરૂપની અપેક્ષાએ શેષ અનંત ધર્મોને અભેદ છે.
(૩) જેમ અસ્તિત્વરૂપ ધર્મોને આધાર (અધિકરણ) ઘટ છે તેમ શેષ સમસ્ત ધર્મોનું અધિકરણ ઘટ છે અર્થાત્ સમસ્ત ધર્મોનું પણ એક અધિકરણવૃત્તિત્વ હેઈ અસ્તિત્વની સાથે આ સમસ્ત ધર્મોને અર્થ (આધાર)ની અપેક્ષાએ અભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org