________________
૪૭
જે કઈ પ્રથમ નરકમાં સતત જાય તે આઠવાર જઈ શકે છે. અર્થાત્ કઈ જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થયા પછી ત્યાંથી નીકળીને મનુષ્ય અથવા તિયચ થઈને ફરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થયે. આ પ્રકારે આ જીવ પ્રથમ નરકમાં જ જતે રહે તે આઠવાર સુધી જઈ શકે છે. આ પ્રમાણે બીજા નરકમાં સાતવાર, ત્રીજા નરકમાં છ વાર, ચોથા નરકમાં પાંચવાર, પાંચમાં નરકમાં ચારવાર, છઠ્ઠા નરકમાં ત્રણવાર અને સાતમા નરકમાં બે વાર સુધી સતત ઉત્પન્ન થઈ શકે છે.
સાતમા નરકથી નીકળેલા જીવ તિર્યચજ થાય છે અને ફરીથી નરકમાં જ જાય છે. છઠ્ઠા નરકથી નીકળેલ જીવ મનુષ્ય થઈ શકે છે અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ દેશવ્રતી થઈ શકતું નથી.
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org