________________
૧૦૧ અથવા વિરહથી (કાતર) બીકણ બનેલો યુવાન, ત્યાર પછી વૃદ્ધાવસ્થાને લીધે શિથિલ અંગવાલે અને સર્વ પ્રકારની ચેષ્ટા રહિત વૃદ્ધ બને છે. આવી રીતે નટની માફક નર શરીરને પ્રચુર વેષ રૂપ બનાવે છે. अनेकगतिचित्रितं विविधजातिभेदाकुलं
समेत्य तनुमद्गणः प्रचुरचित्त चेष्टोद्यतः पुरार्जितविचित्रकर्मफलभुग्विचित्रां तनुं प्रगृह्य नटवत्सदा भ्रमति जन्मरंगांगणे ॥२५२॥
જેવી રીતે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રૂપ ધારણ કરી તેઓની ચેષ્ટાઓ કરી લોકોને બ્રાન્તિ કરાવે છે. તેવી રીતે પિતાના પુર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મોના ફળને ભોગ ભેગવતે મનુષ્ય નટની માફક ધૂમતે ફરે છે. अचिंत्यमतिदुस्सहं त्रिविधदुःखमेनोजितं
चतुर्विधगतिश्रितं भवभृता न किं प्राप्यते शरीरमसुखाकरं जगति गृह्णता मुंचता तनोति न तथाप्ययं विरतिमूर्जितां पापतः ॥२५३॥
આ જગતમાં અસુખને સમુહ જે શરીર તેને ગ્રહણ કરતે પ્રાણી કલ્પના ન થઈ શકે એવું અતિ દુઃસહ પાપથી ઉપાર્જન કરેલું ચાર ગતિ આશ્રિત જે મન વચન કાયાનું દુઃખ શું પામતું નથી ? તથાપિ તે પાપ કર્મથી શ્લાઘનીય વીરતિ મેળવતે નથી.