________________
૧૦૭
મદથી ભરેલી તરલ ચનાવાળી કામીની તેમજ રાજાઓની ધવલ ચામર અને શુભ્ર છત્રની વિભૂતિ પણ શું વહાલી લાગતી નથી? તથાપિ પવનથી ચલિત થયેલા દીપકની જેમ આ સમગ્ર જગત અસ્થિર જેને બુદ્ધિશાળી જને વનમાં જતા રહ્યા છે. इति प्रकुपितोरगप्रमुखभंगुरां सर्वदा
निधाय निजचेतसि प्रबलदुःखदा संमृति विमुंचत परिग्रहग्रहमनार्जवं सज्जना यदीच्छत सुखामृतं रसितुमस्तसर्वाशुभं ॥२६७॥
આ પ્રમાણે કે પાયમાન થયેલા સર્ષ જેવી અને ભંગુર તેમજ અતિ દુઃખદાઈ સંસ્કૃતિને હમેશાં નિજ હૃદયને વિષે ધારણ કરીને, સર્વ અશુભ જેમાં નાશ પામ્યું છે તેવા સુખરૂપ અમૃતનું આસ્વાદન કરવાને જે તમે ઈચ્છતા હે તો તે સજજને પરિગ્રહ અને રાગનો ત્યાગ કરે. मनोभवशरादितः स्मरति कामिनी यो नरो
विचिंतयति सा परं मदनकातरांगी नरं परोऽपि परभामिनीमिति विभिन्नभावेप्सितां विलोक्य जगतः स्थिति बुधजनास्तपः कुर्वते ॥२६८॥
મદન બાણથી વિધાયેલે નર જે સ્ત્રીનું રટણ કરે છે તે મદનથી વિહલ બનેલી સ્ત્રી અન્ય જનનું ચિંત્વન કરે છે તે અન્ય જન પણ અન્ય સ્ત્રીને વાંછે છે. આવા પ્રકારની વિભિન્ન ભાવની વાંચ્છનાવાળી જગતની સ્થિતિ જોઈને બુદ્ધિજને તપ કરે છે.