________________
જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ જોઈને વાવેલું બીજ સારા સંસ્કારના ચેગથી ઘણે સારે અને શુદ્ધ પાક આપે છે તેમ ગુણવાન પાત્રને આપેલું દાન પણ ગુણ દાતાને ફલદાયી નીવડે છે કારણ કે સંસારમાં મનુષ્યને સર્વ કાર્યની સિદ્ધિ એગ્ય સામગ્રીના સદ્ભાવથી થાય છે. नानादुःखव्यसननिपुणान्नाशिनोऽतृप्तिहेतूकर्मारातिपचयनपरांस्तत्त्वतोऽवैत्यभोगान् । मुक्त्वाकाङ्क्षां विषयविषयां कर्मनिर्नाशनेच्छो दद्यादानं प्रगुणमनसा संयतायापि विद्वान् ॥ ४९० ।।
તત્ત્વની દ્રષ્ટિએ સાંસારિક ભોગે વિવિધ પ્રકારના દુઃખ દેવામાં નિપુણ છે, ક્ષણિક છે, અતૃપ્તિ ઉપજાવનાર છે અને કર્મરૂપી શત્રુઓના દળને એકઠું કરવામાં સહાયક છે એમ જણી (દાનના ફલ તરીકે) સાંસારિક વિષયેની વાંછના છેડ કર્મને ઉચછેદવાની ઉમૂલ કરવાની ઈચ્છાવાલા મુમુક્ષુએ આહાદ પુર્વક સંયતિઓને દાન આપવું. | ભાવાર્થ–સંયતિ મુનિને આપેલું દાન મેક્ષનું ફળ આપનારું છે માટે ક્ષણિક સાંસારિક ભેગે માટે તેના ફલનું નિયાણું ન કરતાં મુમુક્ષુ જનેએ તેના ફલ તરીકે મેક્ષની અભિલાષા રાખવી. यस्मै गत्वा विषयमपरं दीयते पुण्यवद्भिः पात्रे तस्मिगृहमुपगते संयमाधारभूते । नो यो मूढो वितरति धने विद्यमानेऽप्यनल्पे तेनात्मात्र स्वयमपधिया वञ्चितो मानवेन ॥ ४९९ ॥