Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 382
________________ કનાંગહામ હિંમતપૂર્વક કર્થ છે કે “ભગ્નદશામાં પડેલો બેસારને કિલ્લો, નામ, ક્ષેત્રફળ, અને સ્થાન એટલી સચોટ રીતે પ્રાચીન વિશાલા નગરીની ખાતરી આપે છે કે હવે શંકા રહી નથી.” આ રીતે વિશાલાને બેસાર સાથે બ્રાહ્મણગ્રામને તેજ નામના ગામ સાથે અને તેનીજ પાસે આવેલું “બસુકુંડ ને શાયદ ક્ષત્રીયકુંડ સાથે આપણે સ્થલ નિર્ણય કરી શકીએ. આ સ્થલનિર્ણયમાં બાધ માત્ર એક આવે છે કે આધુનિક લછવાડ પાસે ડુંગરપુર જેને આપણે ક્ષત્રીયકુંડ તરીકે ગણીએ છીએ તે સ્થાપના તીર્થ માનવું પડે. પણ તેમ માનવાને આપણે પાસે સબળ પુરાવો નથી. પં, હંસ, સેમ આદિ કવિઓએ પણ આધુનિક ક્ષત્રીયકુંડની યાત્રા કરી છે એમ તેમના પૂર્વ ક્ષેત્રોની તીર્થમાળા પરથી જણાય છે. આ પ્રશ્નને ઉકેલ કરવા બહુજ અગત્ય છે. વાણિજ્યગ્રામ:-શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. વૈશાલી અને વાણિજ્યગ્રામની નિશ્રાએ પ્રભુએ બાર માસાં કર્યા. આ પરથી કહેવાની જરૂર રહેતી નથી કે વાણિજયગ્રામ અને વિશાલા તદ્દન નજીકજ હોવા જોઈએ. વળી વિશાલાથી વાણીજ્યગ્રામ પ્રતિ વિહાર કરતાં વચ્ચે ગંડકી નદી નાવમાં ઉતરવી પડી હતી. એટલે વૈશાલી ગંડકી નદીના તીરપર હોવું જોઈએ અને વાણિજ્યગ્રામ સામે તીરે. નકશામાં બઆ યા બનીઆ બેસારથી સામે તીરે છે તે વાણીજ્યગ્રામ હોવા દરેક સંભવ છે એમ શ્રી વિજયધર્મસૂરી જણાવે છે. છે. હરનલ પિતાના ઉપાસક દશાંગની નેટમાં જણાવે છે કે કુડપર અને વિશાલા એકજ હેવી જોઈએ કારણ પ્રભુને “વૈશાલીય કહેલ છે માટે તે કુડપુરને વિશાલાને ક્ષત્રીય પાડે કહે છે જ્યાં રાજા (ખિતાબ) તરીકે સિદ્ધાર્થ હતા. ઉપરાંત શ્રી આચારાંગના ભાવનાધ્યયનથી (દ્વિતીય શ્રુતસ્કંધ) જણાય છે કે ઉત્તર

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396