Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 384
________________ હાય અને નદી પછી તુરતજ ઉત્તરવાચાલ-આમ આ ચારે સ્થલ દૂર નથી માત્ર દક્ષિણ વાચાળજ દૂર હતું. માટે ઉત્તર વાચાલને સ્થલનિર્ણય અગર વેતામ્બીના સ્થળનિર્ણયપર બીજા ચારનો આધાર છે. વેતામ્બી –શ્રી રાયપાસેણું સૂત્ર પરથી જણાય છે કે તે સાવથી નગરીથી બહુ દૂર નહતી અને સાથ્થીને સ્થલનિર્ણય સેતમેહત નામે ગામ અયોધ્યાથી ૩૦ માઈલપર છે ત્યાં થઈ શકે છે માટે તામ્બી તેની પૂર્વ અગર પૂર્વોત્તરમાં હોય. આ પ્રદેશ આધુનિક નેપાલ સાથે બંધબેસ્લે છે માટે તાખી તે વખતની નેપાલ દેશની રાજધાની હતી એમ અનુમાન થાય છે. અને ઉત્તરવાચાલમાં શ્વેતામ્બી હતી તે ઉત્તરવાચાલ અને નેપાલ બને એકજ હોવા જોઈએ. સુરભીપુર-શ્વેતામ્બીની દક્ષિણે અને ગંગાની ઉત્તરે આ શહેર અને ગુણગ સંનિવેશ લેવા જોઈએ. સ્થલનિર્ણય હજી થઈ શક્યો નથી. રાજગૃહ–આધુનિક રાજગીર-રાજગૃહ. વિશેષ વિવેચનની જરૂરજ નથી. - નાલંદા–રાજગૃહથી ૭ માઇલ ઉત્તરે બડગામ પાસે થએલા ખેદકામ નાલંદાને નિર્ણય કરાવે છે. સુવર્ણખલ –આ આશ્રમ કનકખલથી તદન ભિન્ન તેવું જોઈએ એમાં શક નથી કારણ કનકખલ શ્વેતામ્બી પાસે છેક ઉત્તરમાં છે જ્યારે આ સુવર્ણખલ તે રાજગૃહથી બ્રાહ્મણકુંડગ્રામ જતાં રસ્તામાં આવે છે અને બ્રાહ્મણકુંડ વેતાંબીથી ઘણે દૂર દક્ષિણે છે. તેમજ સુવર્ણખલ તેથીયે દક્ષિણે છે. માટે સ્થલનિર્ણયની જરૂર છે.' બ્રાહ્મણગ્રામ –ઉપર વૈશાલીમાં વિવેચન કીધેલ છે. ચંપાનગરી:-આએ નામનું રથળ ભાગલપુરથી પશ્ચિમે નાથનગર પાસે ગંગાકિનારે આજે પણ મોજુદ છે જેને ચંપાનાલા કહે છે.

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396