________________
૨૦૩ આવી રીતે જિનમતમાં દ્રઢ શ્રદ્ધા રાખનાર (સમ્યગદષ્ટિ ) મનુષ્ય ઉપર્યુક્ત ચાર પ્રકારના દાન (ઔષધિ, જ્ઞાન, અન્ન અને અભયદાન) દઈને સ્વર્ગમાં ઉત્પન્ન થઈ અનેક ભેગો ભેગવે છે અને દિવ્યાંગના સંગાથે રમણ કરે છે, ત્યાંથી એવી મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ જૈન ધર્મનું આરાધન કરતે દુર્જય અને અનંતા કાળથી સાથે રહેનારા (fથરંતર) કર્મ રૂપી વૈરીને હણીને મેક્ષ સુખને અનુભવ કરે છે.
પ્રકરણ ૨૦ મું.
મઘનિષેધ નિરૂપણ. भवति मधवशेन मनोभ्रमो भजति कर्म मनोभ्रमतो यतः । व्रजति कर्मवशेन च दुर्गतिं त्यजत मद्यमतस्त्रिविधेन भोः॥४९८॥
મદિરા પીવાથી મને વિશ્વમ (સારાસાર વિચાર શૂન્યતા) થાય છે, મને વિશ્વમથી અશુભ કર્મો બંધાય છે, અને અશુભ કર્મના યોગથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે માટે હે મનુષ્ય, ત્રિવિધ મન, વચન અને કાયાથી) મદિરાને ત્યાગ કરે. हसति नृत्यति गायति वल्गति भ्रमति धावति मूर्छति शोचते । पतति रोदिति जल्पति गद्गदं धमति धाम्यति मद्यमदातुरः।।४९९॥