________________
અભિલાષી છે, જે પોતાને માટે પોતાના મન વચન અને શરીરથી તૈયાર થએલા આહારનું કદી ભક્ષણ કરતા નથી, (એટલે જે સદા અનુદિષ્ટ બીજાને પોતાને માટે તૈયાર કરેલા નિર્દોષ આહારનું માત્ર ઉદર પૂરણાર્થે રસ લાલસા વગર ભક્ષણ કરે છે, તે મહારા ગુરૂ થાઓ. शनैः पराविकृतिपुरःसरस्य ये विमोक्षणग्रहणविधि वितन्वते । कृपापरा जगति समस्तदेहिनां धुनन्ति ते जननजराविपर्ययान्।६७६
આદાન ભંડ નિક્ષેપણ સમિતિ. જે ઉપકરણે જઈને ધીમેથી ઉપાડે છે અને મુકે છે (કે રખેને ઉપકરણ લેવા મુકવાની ક્રિયામાં પણ કાંઈ જંતુ મરી ન જાય) એવી રીતે સંસારના સમસ્ત પ્રાણીઓ પર કૃપા રાખનારા છે તે મુનિઓ જન્મ જરા અને મૃત્યુના દુઃખને ટાળે છે.
सविस्तरे धरणितलेऽविराधके निरीक्ष्यते परजनतापिना ऋते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्तिते यतीश्वरा मम गुरवो भवन्तु ते ।६७७ - જે પૃથ્વીતલ સવિસ્તર છે, તેમજ જંતુરહિત છે અને જ્યાં કાંઈ જીવજંતુની વિરાધના થાય તેમ નથી એમ નિરીક્ષણ કરેલી નિર્જન ભૂમિમાં જેઓ પોતાના દેહને મલોત્સર્ગ કરે છે તે યતીશ્વરજી મહારા ગુરૂ થાઓ. मनःकरी विषयवनाभिलाषुको नियम्य यैः शमयमशृङ्खलढं। वशीकृतो मननशिताङ्कशैः सदा तपोधना मम गुरवो भवन्तु ते।६७८