Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 373
________________ આ મન્તવ્યને હર્મન જેકેબી આદિ અન્યાન્ય પાશ્ચાત્ય વિદ્વાનો પણ સમર્થન આપે છે તેથી તે મતમાં કેટલું સત્ય સમાએલું છે અને તેની પુષ્ટિમાં કોઈ શાસ્ત્રીય પુરાવો છે કે કેમ તેની મીમાંસા અત્ર કરીશું. ' ૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કેશી ગિતમય નામક ત્રેવીસમા અધ્યયનની ગાથા ૨૯ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે પાર્શ્વ પ્રભુએ સચેલક ધર્મ પ્રરૂપો અને શ્રી મહાવીર પ્રભુએ અચેલક ધર્મ ઉપદે. કલ્પસૂત્રની પ્રારંભની ગાથાઓથી પણ આજ વાતને પુષ્ટિ મળે છે. ટીકાકાર ભગવંત જણાવે છે કે “વીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીએ અચેલક કહેતાં “પ્રમાણપત, જીરું, શીર્ણ, પ્રાય ધવલ વસ્ત્ર ધારણાત્મક સાધ્વાચાર ઉપદે, જ્યારે મહાયશસ્વી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે ચેલક કહેતાં પંચવર્ષીય બહુ મૂલ્યવાન પ્રમાણ રહિત વસ્ત્ર ધારણાત્મક સાધ્વાચાર પ્રરૂપે.” આ પરથી પાર્શ્વપ્રભુને અને પરિણામે કેશી પ્રકૃતિ પાર્શ્વપને સચેલક એટલે વસ્ત્ર ધારણાત્મક માર્ગ હતો એ નિર્વિવાદ સાબીત થાય છે. પણ મહાવીર પ્રભુના અચેલક માર્ગની વ્યાખ્યા એક દેશે માત્ર પ્રસ્તુત વિષય પરત્વેજ ઉપકારી હોય એમ લાગે છે. અચેલક શબ્દ અસર્વથા નિષેધ અને દેશનિષેધ અને ચેલ= વસ્ત્ર આ બે શબ્દના સમાસથી અચેલક થાય છે. અર્થાત અચેલક= નગ્ન; અને જીર્ણ શણું વસ્ત્રધારી બંને અર્થમાં અચેલક શબ્દ વપરાયો હોય એમ સંભવે છે. દ્વિતીય અર્થ તે ટીકાકાર ભગવતે બતાવે છે માટે આપણે અલક “નગ્ન અર્થમાં સંભવિત છે કે કેમ તે જોવાનું રહ્યું. આચારાંગ ૧–૯–૧ ૪૬૫ માં જણાવ્યું છે કે – संवच्छरं साहियं म.सं जण रिकासि वत्थगं भगवं, अचेलए ततो चाई तं वीसज वत्थ-मणगारे.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396