________________
અર્થાત–ભગવાને તેર માસ સુધી (ઇદે દીધેલુ દેવદૂષ્ય) સ્કંધપર ધારણ કર્યું ત્યાર પછી તે છાંડી ભગવાન અચેલક વસ્ત્રરહિત અણગાર થયા.
વળી આચેય શબ્દની વ્યુત્પત્તિ કરતા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય કલ્પસૂત્રપરની પિતાની ટીકા નામે સુબેલિકામાં જણાવે छ । न विद्यते चेलं वस्त्रं यस्य सो अचेलकः तस्य भाव आचेलक्यं विगतवस्त्रत्वं इत्यर्थः तश्च तीर्थेश्वरानाश्रित्य प्रथमान्तिमजिनयोः शक्रोपनीत-देवदूष्मापगमे अचेलकत्वं, अन्येषां तु सर्वदा सचेलकत्वं ।
આ પરથી સ્પષ્ટ જણાશે કે ભગવાને વસ્ત્રને ત્યાગ કર્યો ત્યાર પછી અચેલક વસ્ત્રરહિત અણગાર થયા અર્થત નગ્નભાવે દિગંબર દશામાં વિહાર કરવા લાગ્યા અહિ –સર્વથા નિષેધવાચી છે.
વળી ત્રીશ અતિશય પિકી એકે અતિશય એ નથી કે જેથી પ્રભુના દિગંબરત્વનું ગોપન થાય. અર્થાત ચર્મ ચક્ષુ ધણું દેખી ના શકે પણ પ્રભુ મહાવીર દેવે દેવદુષ્યના પરિવાર પછી અન્ય વસ્ત્ર અંગીકાર કીધું નથી અને તેમનું નગ્ન લબ્ધિવડે ગાપન રહેતું એમ તે વેતાંબરો પણ માને છે.
ઉપરાંત રા. નંદલાલભાઈ પિતાના મહાવીર સ્વામી ચરિત્રમાં પૂ. ર૯૪ મે જણાવે છે કે ઈદ્રભૂતિએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો તે સમયે કુબેરે ચારિત્ર ધર્મને લાયક ઉપકરણ લાવી તે ગ્રહણ કરવાને તેમને વિનંતિ કરી તે ગ્રહણ કરતા પહેલાં તેમને વિચાર થયો કે હું તો નિઃસંગ છું તે પછી આ ઉપકરણે મહારે ગ્રહણ કરવા કે કેમ? આ કથનને શાસ્ત્રીય પુરાવે છે કે કેમ એ માટે મહને સંદેહ છે પણ જે સત્ય હોય તો પોતાના આદર્શ મહાવીર પ્રભુ અચલક-દિગંબર દશામાં ન હોત તે આ વિચારે ગતમ સ્વામીને આવત ખરા ?