________________
ર૭૬ जननमरणभीतिध्यानविध्वंसदक्षं
कषितनिखिलदोष भूषणं देहभाजां। इति दशविधमेनं धर्ममनोविमुक्ता विदितभुवनतत्त्वा वर्णयन्ते जिनेन्द्राः ॥७०७॥
જન્મ મરણની ભીતિને ઉછેદક, આ રૌદ્ર ધ્યાનને નાશક, સકલદોષને અપહર્તા અને મનુષ્યને ભૂષણ રૂપ, (ઉપરોક્ત શ્લોક ૬૯૭ થી ૭૦૬–૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આજીવ, ૪ સત્ય, પ શૌચ, ૬ સંયમ, ૭ તપ, ૮ ત્યાગ ૯ આકિંચન્ય અને ૧૦ બ્રહ્મચર્ય ) દશ પ્રકારને યતિધર્મ પાપરજથી વિમુક્ત, ત્રિભુવનના તત્ત્વોના જ્ઞાતા, સર્વસ જિદ્ર પ્રભુએ વર્ણવેલ છે. हरति जननदुःख मुक्तिसौख्यं विधत्ते
रचयति शुभबुद्धिं पापबुद्धिं धुनीते । अवति सकलजन्तून्कर्मशत्रूनिहन्ति प्रशमयति मनोयस्तं बुधा धर्ममाहुः ॥७०८॥
ધર્મ કેને કહે. જે જન્મ મરણના દુઃખને દૂર કરે છે, મુક્તિ સુખનું પ્રદાન કરે છે, શુભ અને શુદ્ધ બુદ્ધિને આવિષ્કાર કરાવે છે, પાપ બુદ્ધિને પરાસ્ત કરે છે, સર્વ જીવોનું રક્ષણ કરે છે, કર્મ શત્રુને હણી નાંખે છે, અને મનને પ્રશાન્ત કરે છે, તેને વિદ્વજને ધર્મ કહે છે. विषयरतिविमुक्तियंत्र दानानुरक्तिः
शमयमदमशक्तिमन्मथाराति भक्तिः ।