________________
૩૩૮
કારણ કે જે મનુષ્ય અધિક તપસ્વી છે તે પછી ભલે અન્ય સમસ્ત ગુણોથી રહિત પણ કાં ન હોય તે પણ તેને જગત્ આદર કરે છે અને પૂજનીય ગણે છે. विवेकिलोकैस्तपसो दिवानिशं विधीयमानस्य विलोकितां गुणः । तपो विधत्ते स्वहिताय मानवः समस्तलोकस्य च जायते प्रियः॥
વિવેકી લોકો હમેશાં આચરવામાં આવેલ ગુણ નિહાળે છે કારણ કે માનવી તપશ્ચરણ કરે છે તે સ્વહિતાર્થ, પણ સમસ્ત જગત્ તેને પૂજ્યની દષ્ટિથી નિહાળે છે. तनोति धर्म विधुनोति कल्मषं हिनस्ति दुःखं विदधाति संमदं। चिनोति सत्त्वं विनिहन्ति तामसं तपोऽथवा किं न करोति देहिना॥
તપથી ધર્મની વૃદ્ધિ થાય છે, પાપ વંઝે માપે છે, દુઃખને ક્ષય થાય છે, સંપત્તિ વાસ કરે છે, સદ્દગુણને વિકાશ થાય છે, અને અજ્ઞાનને લય થાય છે અથવા તપના પ્રભાવથી મનુષ્યને કયા કલ્યાણની પ્રાપ્તિ નથી થતી? अवाप्य नृत्वं भवकोटिदुर्लभं न कुर्वते ये जिनभाषितं तपः। महार्घरत्नाकरमेत्य सागरं व्रजन्ति तेऽगारमरत्नसंग्रहाः॥८९७॥
કોડે ભમાં પણ પ્રાપ્ત થ અતિ દુર્લભ એ. મનુષ્ય જન્મ પામીને જેઓ જિનભાષિત તપ નથી કરતા તેઓ મહા અમૂલ્ય રત્નથી પરિપૂર્ણ એવા સાગર પાસે જઈ રત્ન લીધા વગર ખાલી હાથે પાછો ઘેર આવે છે. अपारसंसारसमुद्रतारकं न तन्वते ये विषयाकलास्तपः । विहाय ते हस्तगतामृतं स्फुटं पिबन्ति मूढाः सुखलिप्सया विषं ॥