________________
૨૩૫ तावदेव दयितः कुलजोऽपि यावदर्पयति भूरिधनानि । येशुवत्त्यजति निर्गतसारं तत्र हो किमु सुखं गणिकायां ॥६०७॥
ગમે તે કુલીન પુરૂષ કાં ન હોય પણ જ્યાં સુધી તે તેને પ્રચુર પુષ્કળ ધન આપે છે ત્યાંસુધીજ ગણિકા તેને પિતાને પ્રિય આશક ગણે છે અને જે તે ધન રહિત થયે કે તરતજ (પીલીને રસ ખેંચી કાઢેલી) શેરવિના છોતરાની જેમ તેને સાર રહિત ગણી ત્યજી દે છે
માટે આ નીચ વેશ્યા સંગમાં જરાએ સુખ કયાંથી હોય? तावदेव पुरुषो जनमान्यस्तावदाश्रयति चारुगुणश्रीः । तावदामनति धर्मवचांसि यावदेति न वशं गणिकायाः॥६०८॥
પુરૂષ ત્યાં સુધી જ લોકમાં પૂજ્ય ગણાય છે, ત્યાં સુધી સદગુણરૂપી લક્ષ્મીનું નિવાસ સ્થાન બની રહે છે, અને ત્યાંસુધીજ ધર્મ વચનેને માને છે કે જ્યાં સુધી તે ગણિકાના ફંદમાં નથી ફર્યો. मन्यते न धनसौख्यविनाशं नाभ्युपैति गुरुसज्जनवाक्यं । नेक्षते भवसमुद्रमपारं दारिकार्पितमना गतबुद्धिः ॥६०९।।
જેણે પિતાનું હૃદય વેશ્યાને વેંચી દીધું છે, (અર્પણ કરી દીધું છે) તે નિબુદ્ધિ અને મુખંજન છે કારણ તે પિતાના ધનના અને સુખના વિનાશને પણ નથી સમજતો ગુરૂ અને સજજનોના વાકયને નથી ગણકારતે અને ભવ સમુદ્રને પાર પામવાને ખ્યાલ વટીક પણ નથી કરતે. वारिराशिसिकतापरिमाणं सपैरात्रिजलमध्यगमार्गः । ज्ञायते च निखिलं ग्रहचक्रं नो मनस्तु चपलं गणिकायाः ॥६१०॥