________________
૨૩૯
दोषमेवमवगम्य मनुष्यः शुद्धबोधजलधौतमनस्कः। तत्त्वतस्त्यजति पण्यपुरंध्री जन्मसागरनिपातनदक्षां ॥२०॥
આ પ્રમાણે ઉપર્યુકત દોષ સમજીને શુદ્ધ સમ્યગ જ્ઞાન રૂપી જલથી ધોવાઈને સ્વચ્છ પવિત્ર થયું છે મન જેનું, એવા શુદ્ધ સમ્યગ જ્ઞાનના ધારક મનુષ્ય, સંસાર સાગરમાં ડુબાડવામાં કુશલ એવી વેશ્યાને સર્વદા નિશ્ચય પૂર્વક સર્વથા પરિત્યાગ કરે છે.
પ્રકરણ ૨૫ મું.
ચૂત (જુગાર) નિષેધ નિરૂપણ यानि कानिचिदनर्थवीचिके जन्मसागरजले निमज्जतां । सन्ति दुःखनिलयानि देहिनां तानि चाक्षरमणेन निश्चितं॥६२१॥
જન્મરૂપી સાગરમાં ડુબકી મારતાં અનર્થ રૂપી તરંગથી અફળાતાં જે જે દુઃખ (રૂપી ગ ) મનુષ્યને પ્રાપ્ત થાય છે તે સમસ્ત જુગારીને ભેગવવાં પડે છે. तावदत्र पुरुषा विवेकिनस्तावदेति हि जनेषु पूज्यतां । तावदुत्तमगुणा भवन्ति च यावदक्षरमणं न कुर्वते ॥६२२॥
પુરૂષ ત્યાંસુધીજ વિવેકી રહે છે, ત્યાંસુધીજ પૂજ્યતા ભેગવી શકે છે, અને ત્યાં સુધીજ ઉત્તમ ગુણો સ્થાન કરી રહે છે જ્યાં સુધી જ તે જુગારના ફંદમાં નથી ફર્યો.