________________
૨૩૨
વિદ્યા, શીલ, ચારિત્ર, સત્કાર અને લજજા આદિ સમસ્ત ગુણે નષ્ટ થાય છે એ વેશ્યા સેવનની બુદ્ધિમાન પુરૂષ ઈચ્છા વટીક પણ કેમ કરે ? यासु सक्तमनसः क्षयमेति द्रव्यमापदुपयाति समृद्धिं ! निन्द्यता भवति नश्यति कीर्तिस्ता भजन्ति गणिकाः किमुमान्या
- જેનામાં ચિત્તાસક્તિ કરવાથી દ્રવ્યને વ્યય થાય છે, સમૃદ્ધિને બદલે આપત્તિ ઘર ઘાલે છે, લેકમાં નિંદા ફેલાય છે, અને મેળવેલી કીર્તિ પર પાણી ફરે છે તે ગણિકાનું, સન્માનનીય સજ્જને કેમ સેવન કરે? धर्ममत्ति तनुते पुरु पापं या निरस्यति गुणं कुरुतेऽन्यं । सौख्यमस्यति ददाति च दुःखं तां धिगस्तु गणिकां बहु दोषां
જેના સંગથી ધર્મને વંસ થાય છે, અને મહાપાપની પ્રવૃત્તિ થાય છે, સગુણને દેશવટે મળે છે, અને દેશેને આશરો મળે છે, સુખને નાશ થાય છે, અને દુઃખને પડાવ જામે છે, એવી બહુ દેષ યુક્ત ગણિકાને ધિક્કાર છે. जल्पनं च जघनं च यदीयं निन्द्यलोकमलदिग्धमवाच्यं ॥ पण्ययोषितमनर्थ निमित्तां तां नरस्य भजतः किमु शोचं ॥५९९॥
જેનું મુખ અને જઘન નિન્દનીય લેકના મલથી ખરડાએલ રહે છે અને તેથી અતિ નિન્દવા ગ્ય છે તે અનર્થની ઉત્પાદિકા વેશ્યાઓને સંગ કરનાર પુરૂષે પવિત્ર કયાંથી હોય ?