________________
૨૩૦
एवमनेकविधं विदधाति यो जननार्णवपातनिमित्तं । चेष्टितमङ्गजबाणविभिन्नो नेह सुखी न परत्र सुखी सः ॥५९०॥
આવી રીતે કામ બાણથી વિંધાએલ પુરૂષ સંસાર સમુદ્રમાં ડૂબવાના કારણભૂત વિવિધ અનેક સ્ત્રી ચેષ્ટાઓ કરે છે તેથી તે ન તે આ લોકમાં સુખ પામે છે, ને તે પરલેકમાં સુખી થાય છે. दृष्टिचरित्रतपोगुणविद्याशीलदयादमशौचशमाद्यान् । कामशिखी दहति क्षणतो नुर्वह्निरिवेन्धनमूर्जितमत्र ॥५९१॥
જેમ પ્રજવલિત અગ્નિ ઈન્ધનના-લાકડાના મહેટા ઢગને એક ક્ષણ માક્ષમાં બાળી ભસ્મ કરી નાંખે છે તેમ કામરૂપી અગ્નિ મનુષ્યના દર્શન, ચારિત્ર, તપ, સદ્દગુણ, વિદ્યા, શીલ, દયા, દમ, શૌચ, શમ આદિ સમસ્ત ગુણોના
સમુહને ક્ષણભરમાં ભસ્મશા–ભસ્મીભૂત કરી નાંખે છે. किंबहुना कथितेन नरस्य कामवशस्य न किंचिदकृत्यं । एवमवेत्य सदामतिमन्तः कामरिपुं क्षयमत्र नयन्ति ॥५९२॥
આ વિષયમાં વધારે કહેવાથી શું? માત્ર એટલું જ કે કામવશ પુરૂષને મન કેઈ અકૃત્ય નથી. (અર્થાત્ એવું કાંઈ અકૃત્ય નથી જે કામવશ પુરૂષ ન આચરે) એમ સમજી બુદ્ધિશાળી પુરૂષ કામરૂપી શત્રુ પર જય મેળવી તેને નાશ આણે છે. नारिरिमं विदधाति नराणां रौद्रमना नृपतिर्न करीन्द्रः । दोषमहिन न तीव्रविषं वा यं वितनोति मनोभववैरी ॥५९३॥